________________
(૫૪) તેણે યથાયોગ્ય સત્કાર કર્યો. આથી તે સૌના આશ્ચર્યને પાર ન રહ્યો. એક અજાણ્યા પુરૂષને આટલે બધે સત્કાર જોઈને સૌ કેઈએ મંત્રીને પ્રણામ કરીને પિતાને પ્રતિભાવ દર્શાવ્યું. પછી વિદાય થતાં મંત્રી સૌને તેમના સ્થાન સુધી વળાવવા ગયે. ત્યાંથી પાછા ફરતાં સંઘપતિએ તેને અતિ આગ્રહ પૂર્વક પુછયું કે–“મહાનુભાવ! એક ઘડીવારમાં તમે આટલી બધી સામગ્રી શી રીતે તૈયાર કરી ? તમારી પાસે પૈસા કે માણસના સાધન તે જોવામાં આવતાં નથી. શું તમે કોઈ દેવતાની સહાયતાથી આ બધું બનાવ્યું કે કઈ મંગ-વિદ્યાના બળથી બધું તૈયાર કર્યું? - “મહાશય! એ બધું મેં કામઘટના પ્રભાવથી બનાવી લીધું. તે એક દેવતાની પ્રસાદી છે. મંત્રીએ સાચે સાચું કહી બતાવ્યું.
આથી સંઘપતિનું મન લલચાયું. તેને કામકુંભ મેળવવાની તીવ્ર ઈચ્છા જાગી. એટલે તરતજ તેણે મંત્રીને કહ્યું કે મહાનુભાવ! એક મારી યાચનાને ધ્યાનમાં લઈ મારા મનોરથ પૂરા કરે. આપ પપકારી અને ઉદાર દિલના છે. કલ્પવૃક્ષની જેમ લેકના કોડ પૂરા કરે છે તે મારી એજ માગણી છે કે મને તે કામઘટ આપીને કૃતાર્થ કરે. હું તમારે જીવનભર ઉપકાર માનીશ અને વળી એ આપની સહાયતાથી પ્રતિદિન સ્વામીવાત્સલ્ય કરીશ, તે પુણ્યના તમે નિમિત્ત કારણ થશે. જુઓ, આ બે ચામર છે, તે વિષ, રેગ અને શસ્ત્રને અટકાવે છે અને તેની અસરને દુર કરે છે. એ તમને તે કામઘટને બદલે આપવા ધારું છું. તમે તેને સ્વીકાર કરી મને તે કામઘટથી કૃતકૃત્ય કરો.”
એ પ્રમાણે સંઘપતિએ બહુજ આગ્રહથી કામઘટની માગણી કરી, ત્યારે મંત્રીએ કહ્યું–કે “મહાશય! એ દેવતાની આપેલ વસ્તુ છે, તે બીજાઓના મરથ પૂરી ન શકે, માટે તમે એ બાબતને આગ્રહ મૂકી ઘો. એમ અનેકવાર સમજાવતાં પણ સંઘપતિએ પિતાને આગ્રહ છેડો નહિ. એટલે કામઘટના
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org