________________
(૪૬)
મંત્રીએ કામઘટને પૂછ્યું - હે કામકુ ંભ ! તને ત્યાં રાક્ષસ પાસે સમાધિ તે હતી ને ?
કામઘટ—હૈ મહાભાગ મંત્રી ! મને પાપી રાક્ષસના હાથમાં તમે સાંખ્યા તો ત્યાં સમાધિ કયાંથી હાય ? ધી પુરૂ ષની પાસે રહેતાંજ મને શાંતિ રહે, અધમીના આશ્રમમાં અર્ધઘડી રહેતાં પણ મને મહા કટાળા ઉપજે છે, જ્યાં ધર્મનું નામ પશુ ન હેાય અને માર કાપની વાતા ચાલતી હાય, તેવા અધમ જના પાસે મારા જેવા મનેવાંછિત આપનાર પદાર્થો ટકી થકતા નથી.’ એ પ્રમાણે કામકુંભના વચનથી અતિસાગર મંત્રી સતુષ્ટ થયા. પછી કામઘટ પાસેથી મન માનતી રસવતી લઇ લેાજન કરી, તૃપ્ત થઈને તે આગળ ચાલ્યે.
રસ્તે ચાલતાં કોઇ ગામ આવ્યુ, તેની નજીકમાં પડાવ નાખી પડેલ એક સંધ તેના જોવામાં આવ્યેા. તેમાંના એક યાત્રાજીને લાવીને મંત્રીએ વિશેષ હકીકત પૂછી, એટલે તેણે જણાહતું કે—હે મહાભાગ ! અમે માલવ દેશથી નીકળી શ્રીશત્રુ જય તથા ગિરનારજી તીર્થની યાત્રા કરીને પાછા ફર્યાં છીએ.’
એ પ્રમાણે સાંભળતાં મંત્રીએ વિચાર કર્યો કે—અહા ! મારા મહાભાગ્યના ઉદય થયા કે શ્રીસંઘના દર્શીન થયાં. આજના દિવસ માજની ઘડી અને આ ભૂમિ પણ ધન્ય છે કે જ્યાં શ્રી સંઘ બિરાજે છે. શ્રી સંઘ જંગમ તીર્થં રૂપ છે. તેને શ્રી જિનેશ્વરા પણ વંદન કરે છે. કહ્યુ છે કે—
"जिननम्यो गुणांभोधिवन्दनीयो महात्मनाम् । संघः सोऽघहरो जीयाद्, विश्वस्तुतिपथातिगः ॥
??
એટલે—ગુણુના નિધાનરૂપ મહાત્મા તેમજ તી કરીને પણ વંદનીય પાપને દૂર કરનોર તેમજ જગતના સ્તુતિપથને અગેાચર એવા શ્રી સ`ધ જયવત વત્તો.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org