SearchBrowseAboutContactDonate
Page Preview
Page 306
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૧) અહો ! ધન માલને ત્યાગ કર્યા છતાં તત્વનું સ્વરૂપ જાણ્યા છતાં, મમત્વ ગલિત થયા છતાં દેહને દૂઃખના એક સ્થાનક રૂપ સમજ્યાં છતાં મોહના અંકુરે તે જાણે સતેજ હોય તેવા લાગે છે. એ અતિ આશ્ચર્યની વાત છે. " जानामि क्षणभंगुरं जगदिदं जामामि तुच्छ सुखं जानामीन्द्रियवर्गमेतदखिलं स्वाथै कनिष्ठं सदा । जानामि स्फुरिता चिरयुतिचलं विस्फूर्जितं संपदा नो जानामि तथापिकः पुनरसौ मोहस्य हेतुर्मम" ॥ અહો! આ જગત ક્ષણભંગુર છે તે બરાબર જાણું છું વિષયાદિ સુખો બધાં તુચ્છ છે, તે પણ જાણું છું. આ બધી ઇદ્રિએ પિતપોતાના વિષયમાં સ્થિત રહે છે તે બરાબર જાણું છું તેમજ સંપત્તિ બધી વીજળીના ચમકારો સમાને ચપળ છે તે પણ જાણું છું, પરંતુ મેહ થવાનું શું કારણ છે ? તે જાણું શકતો નથી. અર્થાત તે માણસને કેવી રીતે આવીને છેતરે છે તે જાણવું બહુ મુશ્કેલ છે. હે ભવ્યાત્માઓ! એ પ્રમાણે વારંવાર ચિંતન કરવાથી સંગેની ક્ષણિકતા સમજાય છે. એટલું જ નહિ પણ તેનાથી મનવૃત્તિ નિવૃત્ત થવા પામે છે. પ્રતિકૂળ સંચાગે આવતાં માણસને ક્રોધ આવે છે, પણ તેથી આત્માનો શીતલ સ્વભાવને બહુજ હાની પહોંચે છે. કારણ કે – “સમી ચારે , न तत्क्रोध वशंवदः । कार्यस्य साधनी प्रज्ञा, सा च क्रोधेन न श्यति" ॥ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005296
Book TitleKarm Pariksha yane Daivi Chakrano Chamatkar
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy