________________
(૨૮૮) દુષ્ટતા એકવાર ક્ષમા કરે. રાજ્યલાલસાના લાકડે લટકેલા મેં સારાસારનો કંઈપણ વિચાર ન કર્યો. આપની સેવાભકિત સાધવાને બદલે હું અધમાધમ નરપિશાચ બને. નાથ! સંયોગોને લઈને થવાનું હતું તે થયું હવે મને દયાપાત્ર બનાવી આપની ઉદારતા બતાવે. ચંદનને જેમ વધારે ઘસવામાં આવે તેમ તેમ તે વધારે સુગંધ આપે છે. કાંચનને અગ્નિમાં તપાવતાં તે વધાછે તેજદાર થાય છે, તેમ સજજને કોઈ કાળે પણ પિતાની સજજનતા તજતા નથી. આપ સજજન છે. હું દુર્જન છું. રાજ ન્યાયની દ્રષ્ટિએ, નહિ તે આપના કુટુંબીની નજરે હું હવે ક્ષમ તવ્ય છું.”
એમ કહીને તેણે અંજલિ જેડી મંત્રીશ્વરને અરજ કરી કે. "હે મંત્રીરાજ! મારૂ જીવન અત્યારે આપના હાથમાં જકડા ચેલું છે. આપ ધર્મના અવતાર છે, જીવદયાના સાગર છે, માટે ગમે તે રીતે મારો બચાવ થાય તેમ કરે.”
આ તેની આજીજી અને કાલાવાલાથી મંત્રીને દયા આવી, પણ રાજાને ગુસ્સે ઓછો થયો ન હતો. હૃદયમાં રહેલ કોધાગ્નિની રતાશ તેના મુખપર બરાબર જોવામાં આવતી હતી. જાએ કપના આવેશમાં જણાવ્યું કે “દુષ્ટ સમર ! જાણું જોઈ પાપ કરીને તેની ક્ષમા માગવી—એ ધર્મના ફરમાન વિરૂદ્ધ છે. વળી તેવા અધમાધમને ક્ષમા આપવી, એ તેની દુષ્ટતામાં વધાર કરવા જેવું છે, એટલું જ નહિ પણ પ્રજામાં તેવાં બીજ પાપિને ઉત્તેજન આપવા જેવું છે. માટે તારા જેવાને તે રીબાવી સતાવી સતાવીને સજા કરી પ્રજાને “અન્યાય માગે ઉતરતાં અને હીંજ આવું ફળ મળે છે” એમ દાખલો બેસાડી આપે જોઈએ.”
રાજાના આ ફોધાગ્નિથી ગરમ થયેલાં વાળને સાંભળતાં મંત્રીને લાગ્યું કે–સમસેનનું આવી બન્યું છે રાજ જે પિતાની હઠ નેડિ છેડે, તે જરૂર સમરસેનને બે હાલ થવાના છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org