________________
(૨૪૮) સુંદરીની આ સલાહથી મંત્રી સંતોષ પામ્યા. તરતજ તેણે ખાટલી સજજ કરી. સાથે લેવાની વસ્તુ તેના પર મૂકી. એવામાં રાજકુમારી પણ યોગ્ય વસ્ત્રાલંકારથી વિભૂષિત થઈ ગઈ. બંને ખાટલી પર બેઠા અને મંત્રીએ તેને વેત કાંબવતી તાડન કરી. એટલે તે આકાશ માર્ગે ચાલતી થઈ. અહીં પાછળથી રાક્ષસી પિતાના સ્થાને આવી અને જોયું બધું શૂન્ય જણાયું આથી તેને કંઈક ખેદ અને ગુસે આવ્યા. તરત તે તેમની પાછળ દોડી અને મંત્રી પાસે આવીને કહેવા લાગી—“હે ભદ્ર ! તમે આમ મને એકલી મકીને કેમ ચાલ્યા જાઓ છો ? અહીં તમને જે જોઈએ તે લાવી આપું. મેં તમને આવી અમૂલ્ય વસ્તુ આપી, તેને આ બદલે ? શું મને અહીં એકલી કલ્પાંત કરતી મૂકીને લેશ પણ દયા નહિ લાવે ? ” એમ કહીને તે રાજ બાળાને કહેવા લાગી. ' - “હે ભદ્રે ! આમ મને અહીં વિના વેકે એકલડી મૂકીને જવું તને યોગ્ય નથી. તેને મનમાનતું સ્વામીનું સુખ મળ્યું, એટલે હવે હું તે તને વેરણ જેવી થઈ પડી. બાળા ! તું અહીં રહેતાંજ સંસારના ભેગ વિલાસ ભેગ.” એ પ્રમાણે ઘણીવાર આજીજી કર્યા છતાં મંત્રી અને રાજકુમારી તેનાપર ભવિષ્યને માટે વિશ્વાસ રાખી શક્યા નહિ. તેણે જ્યારે કઈ રીતે પીછો ન મુકયો ત્યારે મહિસાગર પ્રધાને રાતી કાંબવતી તેને તાડન કર્યું, એટલે તેનું બળ ગળી ગયું, પછી તે તેમની પાછળ જઈ શકી નહિ, તે નિરાશ થઈને પાછી ફરી, અને ખાટલી એક નાનકડા વિમાનની જેમ આકાશમાગે વેગથી આગળ ચાલવા લાગી
* *
*
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org