________________
(૨૪૧) ઘણું પુણ્ય-કૃત્ય થવાનાં છે, તારા પ્રતાપી પ્રભાવથી ધર્મને મહિમા વધશે અને પૃથ્વી તલપર જિનશાસનને જ્યનાદ થશે.” એટલું કહીને શિક્ષસી ચાલી ગઈ.
અહીં મંત્રીએ જાગ્રત થઈ ચેતરફ જોયું, તે કેઇ દેખાયું નહિ. છતાં પોતાના શુભ સૂચક સ્વપ્નથી તેણે કે પી લીધું કેકઈ હિતૈષી દેવતાએ આવીને આવા સંકટ સમયે મને ધીરજ આપી લાગે છે. અહો ! હું કે ભાગ્યશાળી કે હજી મારા હાથે ધર્મના કામે થશે, શાસનને મહિમા વધશે. બસ, એવું જીવન હોય, તોજ જીવવું સાર્થક છે, છાણાના કીડાની જેમ ઉત્પન્ન થઈને મરી જવુ-એ કાંઈ જીવન ન કહેવાય.” એમ વિચારતાં તેના રેમ ઉભા થયાં, પુનઃ તેને સત્વ-હીરે શરણ પર ચડીને વધારે ઉત્તેજિત થયો. સ્વપ્નની વાત પણ તેણે શ્રદ્ધાથી સાચી માની લીધી. પિતાને ઉદય થવાને, તેને માટે તેના અંતરમાં હર્ષ ન ઉભરાયે, પણ પિતાના હાથે ધમ કૃત્ય થવાનાં એ વિચારે તેને હર્ષોદધિ છલકાવી મુ. અધમ જને માત્ર પિતાને સ્વાર્થ સધાતાં હર્ષમાં તણાય જાય છે, સામાન્ય જને પિતાના સ્વાર્થને ધકકે ન પહોંચે તેમ પરમાર્થ સાધતાં આનંદ પામે છે, પણ ઉત્તમ જને તે પિતાના સ્વાર્થની દરકાર ન કરતાં અથવા સ્વાર્થના ભાગે પણ પરેપકાર કરવા તત્પર રહે છે અને તેમ કરતાં જ પિતાના જીવનને ધન્ય માને છે. તેવા પુરૂ જગ‘તમાં વિરલા જ હોય છે. - મંત્રીશ્વર ત્યાંથી આગળ ચાલ્યા. જંગલમાં પણ નિર્ભય રીતે પસાર થતાં તે એક શુન્ય નગરમાં આવી પહોંચે. પ્રથમ તે દુરથી નિહાળતાં તે નગર બહુજ રમણીય દેખાતું, એની ગગનસ્પશી હવેલીઓ અને સારી બાંધણીના મહેલ-મંદિર જેનારને આનંદ મગ્ન કરી દેતા હતા. આ બધે દેખાવ જોતાં
મંત્રી હર્ષ પામે, પણ નગરમાં પગ મુક્તાં કોઈ માણસ જ તેના ૨૬ જોવામાં ન આવ્યું. સર્વત્ર શુન્યકાર જોતાં તેના આશ્ચર્યને પાર
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org