________________
(૨૩૬) સ્થાને ગયા, પણ રાજાના મનમાંથી શંકા નિમ્ લ ન થઈ. તે આ ભગત ચિંતવવા લાગ્યું કે
‘આ ખાનગી બેઠકમાં કંઈ મારા માટે પ્રપંચ તે નહિ રચાયેલા હોય ? મદિરાપાનથી આમ અચાનક મરણ થાય એ વાત પણ વિચારવા જેવી છે.” એમ વિચાર કરતા રાજા અંતઃપુરમાં આવ્યા.
પ્રચંડસંહના મરણની વાત ચોતરફ વાયુના વેગે પ્રસરી ગઈ. રાજાના આવ્યા પહેલાં અંતઃપુરમાં પણ એ વાત આવી ગઈ હતી. રાણુંએ તે બાબતની તપાસ કરાવી અને ત્યાં કોણ સામેલ હતા, તેમના નામ પૂછાવ્યાં. રાણુને આ એક કારસ્તાન લાગ્યું, પણ પિતાથી કંઈ થઈ શકે તેમ ન હતું. એવામાં રાજા ત્યાં આવી ચડે. મદિરાપાનની નિશાની તરીકે તેની આંખમાંની રતાશ હજી ગઈ ન હતી, કંઈક તેને નિસ્સ પણ જોવામાં આવતું અને પટપર પછાડા મારવાથી હાથ, પગ તેમજ મુખપર ધુળના ડાઘ લાગેલા હતા. આવી સ્થિતિમાં ગભરાયેલ ચહેરે રાજાને આવેલ જોઈને રાણીને બહુ ખેદ છે. તેણે તરતજ દાસીઓ મારફતે બેઠક પથરાવી એટલે રાજા ત્યાં બેઠે અને રાણી દાસીઓને બહાર જવાની આજ્ઞા કરી.
નાથ ! આજે ચિંતાતુર કેમ જણાએ છે ? શું કંઈ માથે સંકટ આવી પડ્યું છે, કે જેથી આપનું મુખ ચંદ શેકના શ્યામ વાદળથી છવાઈ ગયું છે?” રાણીએ કંઈક ભેદ જાણવા પ્રશ્ન કર્યો.
પ્રિયા ! આજે એક એવો બનાવ બન્યા છે કે જેથી મારૂં ચિત્ત ચિંતાના ચકડોળે ચડ્યું છે ? “ રાજાએ મોઘમ વાત કહી.
પણ તેમાં ગભરાવા જેવું શું છે? જે કંઈ હરકત ન હોય, તે મને તે કહેવાની કૃપા કરે.” રાણુએ વાતે ખોલવા વીનંતી કરી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org