________________
(૨૩૧) એ તૃષ્ણની ધગધગતી જવાળામાં આજે તે ત્રિપુટી એને વસંતસેના બળી રહ્યા છે. પિતે કેવું કૃત્ય કરવાને તત્પર થયા છીએ, તેનું તેમને ભાન નથી. એક મનુષ્ય અને તે પણ રાજા તેને વાત કરવાને હિમ્મત કરતાં તેમને ભવિષ્યને ભય લાગતો નથી. અત્યારે એ કે તેને સંબતી નથી કે તેમ કરતાં તેમને અટકાવે. એ સ્વાર્થના ઝેરી ઘુંટડાથી શું પરિણામ આવવાનું છે, તેને હજ વિચાર કરવાને પણ તેમના હૃદયમાં સ્થાન નથી.
આમાં સૌ કરતાં મેટે સ્વાર્થ પ્રચંડસિંહનો છે, એટલે એ કારસ્તાનની શરૂઆત પણ તેના જ હાથે થવા પામી છે. તેના પ્રપંચી હદયમાં અત્યારે શાંતિને લેશ નથી. ભયથી તે અત્યારે આકુળ વ્યાકુળ થયા કરે છે. પોતે ગમે તેવા વિચાર ધરાવતે હેય, છતાં નીચ કામ કરવા જતાં માણસનું અંતર કમકમી જાય છે, ગેબી રીતે તેના હૃદયને ધકકે લાગે છે, તે પણ તે સ્વાર્થમાં અંધ બનેલ મનુષ્ય તેથી અટકતો નથી.
આજે પ્રચંડસિંહનું હૃદય ભયથી ભરપૂર છે. તેની આંખમાં ખુન ભરેલ છે. તેની વિચારમાળા એ પ્રપંચ જાળમાં પરોવાયેલ છે. છતાં પિતાની તેને પગલે પગલે ભીતિ છે. આત્મગત વિચાર કરતાં તેણે પોતેજ પિતાના મનનું સમાધાન કર્યું–
અરે ! રાજાનું આટલું બધું લૂણ ખાધું, તેને જ ઘાત? “ હા, રાજપ્રપંચને એજ રસ્તો છે. '
“કદાચ જાના જાણવામાં આવી જાય, અગર પાછળથી એ ભેદ ખુલો થાય, તે પ્રજામાં હું ખુની તરીકે જ ઓળખાઉં,
પણ આ કારસ્તાન જ એવું રચાયું છે કે સાક્ષાત્ નજરે જેનાર પણ કળી ન શકે.”
શું એ અધમ કૃત્યને બદલો મને મળ્યા વગર રહેશે ? લેકે કહે છે કે તીવ્ર પાપના ફળ, ત્રણ ઘડીમાં કે ત્રણ દિવસમાં મળે છે.”
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org