________________
(૨૨૭) પ્રચડ–અરે! હો પણ અત્યારે તે પેલી વસંતસેના ઉપરજ રાજાને વિશ્વાસ વધી પડે છે. તો તેને સાધ્યા વિના આ કામ પાર ન ઉતરે.”
સમર–પ્રચંડભાઈ! વસંતને પણ તમારાથી અલગ નથી, માટે તેવા બાના બતાવવાની શી જરૂર છે ?”
પ્રચંડનું મન લલચાણું અર્ધ રાજ્ય મળે, એટલે બાકી શું રહે ? દુષ્ટસિંહ અને વસંતસેના તે તેના નચાવ્યા નાચતા હતા. વળી અત્યારે રાજયમાં પણ એટલું બધું અધેર વધી પડયું હતું કે કઈ કોઇને પુછતું જ ન હતું. જેને જેમ ફાવે તેમ લુંટતા અને પ્રજાને સતાવતા હતા. રાજા પોતે મદિરામાં અને વસંત સેનાના વિલાસમાં મસ્ત રહે એટલે રાજયના કારભાર તરફ તે લક્ષ્યજ આપતા ન હતા. આમ અંધેર ચાલવાથી પંચડસિંહ બહુજ ફાવી ગયો હતો અને દુષ્ટસિંહ કેઈથી દબાતે ન હતા.
પ્રચંડસિ હે દુષ્ટસિંહને જયારે એ કારસ્તાનની વાત કહી, ત્યારે પ્રથમ તે તે હિમ્મત હારી ગયે. પણ જ્યારે કંઈક વધુ લાલચ બતાવી, એટલે તે ઠેકાણે આવ્યું.
ત્યારે હવે એ કામ કર્યે રસ્તે પાર ઉતારવું, તેમાં તે તમારી સલાહની જ જરૂર છે. પ્રચંડસિંહે ઉપાય લેવા દુષ્ટસિંહની સહાય માગી.
દુષ્ટસિંહ–આ કામ પાર ઉતારવા માટે વસંતસેનાને વચમાં નાખવી પડશે. કારણ કે અત્યારે રાજા લગભગ આઠે પહેર તેની સાથે જ રહે છે.
પ્રચંડસિહ– વસંતસેના તે આપણી પિતાની જ છે. આ પણે લીધેજ તે અત્યારે સ્વગીય વિલાસ પામી છે. પણ કર્યો રસ્તે કામ કરવું, તે તે આપણે વિચારવાનું છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org