________________
(૨૨) મંદિરના દેવ ! તે પણ આપના જેવા નરેદ્રો હતા તેમણે એક વચનની ખાતર સંકટ વહેર્યું, તેને બદલે તમે તમારી વ્યવહારની મર્યાદામાં પણ શું રહી શકતા નથી ?
વળી આપને મદિરાની ચટક લાગી છે એ વાત પણ પાકે પાયે મારા સાંભળવામાં આવી છે. એ વ્યસન જાનમાલની ખુવારી કરનાર છે. મતિસાગર મંત્રીના વખતનું આપનું વર્તન અને અત્યારના વર્તનમાં જમીન આસમાન જેટલો તફાવતાં પડી ગયા છે. આપ કઈ ખરાબ સબતે ચડ્યા છે, તેનું આ બુરું પરિણામ મને જણાય છે. સ્વામિનાથ ! તેવા ખોટા સંગમ દેરવાઈને પોતાના કુળાચારને નાશ કરે, તે રાજવંશી નરને છાજતું નથી કારણ કે,
પુદ્ધિ સ્થા, યુદ્ધ વર્તન : कुप्रवृतेर्भवेज्जन्तु
र्भाजनं दुःखसंततेः" ॥ . એટલે–ખરાબ બતથી કૃદ્ધિ ઉત્પન્ન થાય. કુબુદ્ધિ થતાં ખરાબ પ્રવૃત્તિ થતી જાય છે, અને ખોટી પ્રવૃત્તિથી માણસ દુખ પરંપરાનું ભાજન થાય છે.
સાંભળવા પ્રમાણે આપ દુષ્ટ હજુરીઆની સેબતે ચડયા છે, પણ તેના પરિણામને આપ વિચાર કરતા નથી. કહ્યું છે કે
“જે મોડા જૂથોડ, घातिना नीचधातुना। लोहेन संगतो बहिः सहते धनताडनम् ।।
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org