________________
(૧૮૫) રાજાને અંતરથી આશીવાદ આપવા લાગ્યા. પ્રજાને રાજા પર પ્રેમ વધવા લગ્યે રાજા પિતે જ્યારે લાખ રૂપીયા પ્રજાને માટે ખર્ચવા તૈયાર થયે ત્યારે પ્રજામાંના શ્રીમંત આગેવાનોથી હાથ લંબાવ્યા વિના કેમ બેસી રહેવાય? એટલે નગરજનો પણ પિતાની શકિત પ્રમાણે તેમાં ફાળો આપવા લાગ્યા. રસેડામાં પણ હજારે માણસોને ભેજન મળતું, તેથી ગરીબાઈની ગમગીની લોકમાં શોતી થવા પામી. આથી નાના મોટા સૌ કોઈ રાજાની એકી અવાજે પ્રશંસા કરવા લાગ્યા.
એક દિવસે તળાવ ખોદતાં ખોદતાં જમીનમાંથી એક ત્રાંબાનું . પણું નીકળ્યું, તેમાં કટાઈ ગયેલા કેટલાક વર્ષો જણાતા હતા. ખાદનાર માણસેએ તરતજ જઈને પડ્યું રાજાને અર્પણ કર્યું. ચિતરફ તપાસ કરી જતાં તે પુરાતન લાગતું હતું, તેના પર જે કે કાટના થર બાઝી ગયા હતા, છતાં તેમાં બારીકીથી નીહાળતાં અસ્પષ્ટ વણે માલુમ પડતા હતા. રાજાએ તેને લાગેલ કાટ બધો દુર કરાવ્યું, એટલે તે વર્ષો બરાબર જોવામાં આવતા હતા, આથી રાજાને કંઈક આશ્ચર્ય થયું, અને તેણે સભામાં કેટલાક પંડિતાને બેલાવી લીધા, તેમને તે તામ્રપત્ર બતાવતાં કઈ અજાણું લાપી હોવાથી તે વિદ્વાને વાંચી શક્યા નહિ. તેથી તે રાજા વધારે અચંબો પામે, અને તેમાં શું લખેલું છે, તેને પત્તે મેળવવાને તેણે દઢ નિશ્ચય કર્યો. વળી તેને એમ પણ લાગ્યું કે—લીપી પુરાતન હોવાથી તે તામ્રપત્ર પુરાતન છે, એટલું જ નહી પણ તેમાં કંઈક લખાણ પણ સહેતુક હોવું જોઈએ. તે પત્રને છેડે ચોતરફ કંઈક કર અને કારીગરી જોવામાં આવતી તેથી એમ ભાસ થતું કે તે કેળના હાથે ઈરાદાપુર્વક મુકાએલ છે. આવા કેટલાક કારણોને લીધે તે પત્રનો લેખ વંચાવવા રાજા ની ઈંતેજારી વધી પડી. તરત તેણે પોતાના કેટલાક માણસને બોલાવીને ઢઢેરે ફેરવવાની ભલામણ કરતાં કહ્યું કે –“તમે સમસ્ત શહેરમાં એવી ઘોષણા જાહેર કરો કે-રાજાના તામ્રપત્રને લેખ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org