________________
(૧૪૪) છે અને તમારી આગેવાન તરીકેની ફરજ છે. હવે તેને માટે આપણે ક્યા રસ્તે લે-એ પ્રથમ વિચારવાનું છે. ગરીબ લેકને કંઈપણ ઉદ્યમ વિના તેમને ગુજરાન પૂરતું આપવું–તે તેમના ભવિષ્યના જીવનને નિર્માલ્ય બનાવવાનો રસ્તો છે. માટે એવું એક પ્રજા ઉપયોગી કામ ચાલુ કરવું જોઈએ કે જેથી લોકોની રછ ચાલે અને વિષમ વખત તેઓ સુખે ઓળંગી જાય. તે સિવાય અનાજના વેપારીઓને મારે એક સૂચના કરવાની છે. આવા વખતનો મામલો જોઇને ધાનના લેભે તેઓ ધનના બમણું કે ત્રણ ઘણું ભાવ વધારી દે. તે ગરીબને મહામુશ્કેલી થઈ પડે. તે તેમણે બધા સાથે એક મત થઈ, જુજ નફે વધારતાં દરેકમાલના ભાવ બાંધી દેવા. તે ભાવ કરતાં વધારે કોઈ લઈ ન શકે એટલી ઉદારતા વેપારીઓને પણ બતાવવાની જરૂર છે. સિવાય કેટલાક રેગી, અશક્ત કે વૃદ્ધ જનો કે જેઓ ગરીબાઈને લીધે ગુજરાન ચલાવવાને અસમર્થ હોય, તેમને માટે એક રડું ચાલુ કરવું. ત્યાં આવીને તે લોકો ખાઈ જાય, તથા વસ્ત્રોને માટે પણ સાધારણ સગવડ કરી આપવી. હવે ઉદ્યમને માટે હું એવા વિચારપર આવ્યો છું કે-નગરના ત્રણ દરવાજે જેમ મેટા તળાવે છે તેમ ચોથા દરવાજાની બહાર એક મેટું તળાવ ખોદાવીએ, તેમાં જેટલા માણસે આવે, તે બઘાને કામે લગાડવા, અને ત્યાં પૈસા રેકડા કરતાં અનાજને ભેટે જ રાખવે, તેમાંથી તેમને જ પ્રમાણે આપ્યા કરવું. હું નથી ધારતો કે આ બાબતે તમને અરૂચતી થાય. વળી કઈ પણ શ્રીમંત પર દબાણ ન કરતાં તેની ઈચ્છાનુસાર રકમ ભરી આપે. એમ શહેરમાં જે રકમ થાય, તે ઉપરાંત જે કાંઈ ખર્ચ થશે, તે રાજ્યની તીજોરીમાંથી આપવામાં આવશે.
પુરંદર રાજાના એ વિચારને પ્રજાજનેએ પ્રેમ અને પ્રદ થી વધાવી લીધા અને ચેડા જ વખતમાં તે કામ ચાલુ કરવામાં આવ્યું. હજારે લેકની રેજી ચાલુ થઈ. તેથી ગરીબ મજુર
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org