________________
(૧૨) પ્રધાન સાથે તેવા વાવિવાદમાં ઉતરવાને અવકાશ આપે અને અગાઉથી રાજાજીને આપણે સમજાવી રાખીએ કે જ્યારે પ્રધાન પિતાને ધર્મનો પક્ષ સ્થાપવા બેસે, ત્યારે રાજા કહે કે તમે તમારે પક્ષ સાક્ષાત મને સાબીત કરી બતાવે” આમ થવાથી તે પોતે પિતાને પક્ષ સિદ્ધ કરવા દેશાંતર જવાનું કબુલ કરી લેશે. કારણ કે મંત્રી ધર્મને માટે પિતાનું સર્વસ્વ મુકી દેવાને પણ તત્પર થશે તેમાં કશે સંદેહ નથી. બસ, આ સિવાય બીજી એકે યુકિતમાં આપણે ફાવી શકીશું નહિ. બે લે, આ યુતિ આપના ગળે ઉતરે છે કે નહિ ?”
વાહ રે મારા શાણા દોરત! બસ, આજ યુક્તિથી આપણા કાર્યની સિદ્ધ થવાની. શાબાશ છે, મારા દિલજાન મિત્ર! આ કામને માટે તમને વારંવાર અભિનંદન આપુ છું.” એમ કહીને પ્રચંડસિંહે પિતાને સંતોષ જાહેર કર્યો.
પછી કાતીલ દિલના તે બંને પ્રપંચી પૂતળીએ એકવાર રાજાને ખુબ સંતુષ્ટ કરી, પિતાને પ્રપંચ ચલાવતાં પ્રચંડ સિંહે કહ્યું–“નેક નામદાર! અતિસાગર મંત્રીના અને આપના વિચારેમાં વારંવાર મતભેદ થાય છે. પિતાના પક્ષમાં લેવાને માટે તે આપશ્રીને સમજાવવા કંઈ બાકી રાખતું નથી, છતાં આપ એવા કયાં કાચા દિલને છે કે સાબીતી વિના તેના વિચારે સ્વીકારી ૯ ? આપ ભલા દિલના છે, તેથી આપને કંટાળો આવતો નથી, પણ આપને માટે અમારું અંતઃકરણ ઘણુ વાર દગ્ધ થઈ જાય છે. તે હવે એક વાર રાજ સભામાં જાહેર વાદવિવાદ કરીને તેને કહી દે કે–અગર તે તું પુણ્યના પ્રબળ પરિણામ રૂપ સંપત્તિને સાબીત કરી આપ અને નહિ તે મારી પાસે વાસ્વાર તેની બેટી તારીફ કરવાનું માંડી વાળ” આથી જે તેના દિલમાં સાચી ધગશ હશે, તે પિતાને પક્ષ, ગમે તેવા સંકટો સહન કરીને પણ સિદ્ધ કરી બતાવશે અને નહિ તો ખાલી બરાડા પાડતે બંધ થઈ જશે. નામદાર ! આ એક યુકિત અજમાવે,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org