________________
(૧૫૮) એને તેના તાબામાં રહેવાની આજ્ઞા કરી દીધી. શેઠને હુકમ થતાં નાના મોટા તમામ નોકરે મંત્રીના વચનને માન આપવા લાગ્યા. તેના કહ્યા પ્રમાણે બધું થતું, તેથી નોકરે બધા તેને જ શેઠ સમજવા લાગ્યા. શેઠ પિતે પણ તેના વચનને માન આપી વર્તતે અને તેની સલાહ પ્રમાણેજ પગલું ભરતો હતો.
એમ કરતાં રત્નદ્વીપમાં આવેલ સુરપુર નગરમાં તે આવી પહોંચ્યા. ત્યાં પુરંદર નામે રાજા રાજ્ય કરતા હતા. અહીં ભેટશું રાખી રાજાને સંતુષ્ટ કરવાની અને કય વિકય કરી લાભ મેળવવાની ચિંતા શ્રીપતિ શેઠને કંઈજ ન રહી. કારણ કે તેણે બધી મુખત્યારી મંત્રીને સેંપી દીધી હતી. મંત્રી પણ શેઠના માનની ખાતર તેને પૂછવા જત, પણ શેઠ તેની મરજી. પ્રમાણે કરવાનું જ સૂચવત હતો.
અહીં કેટલીક પરદેશી નવી ચીજ તથા કીમતી રત્નની ભેટ કરીને તેણે રાજાને રીઝ અને પિતાના નિવાસ માટે તથા માલ ભરવા માટે બે સારાં મકાને રાજાએ તે ભેટના બદલામાં તેને સુપ્રત કર્યા, તેમજ જકાત માફ કરી. મંત્રીએ લાવેલ માલ બધે વખારમાં ભર્યો અને બજારના રંગ પ્રમાણે પિતાની છાનુસાર તે ક્રયવિક્રય કરવા લાગ્યા.
ભાગ્યશાળી મંત્રીના હાથે થતા વેપારમાં સારો લાભ મળવા લાગે, તેથી શેઠને હવે માત્ર તેને કેવી રીતે ઉપભેગ કરો તેજ એક ચિંતા થવા લાગી. દાન, ભેગ અને નાશ–ધનની એ ત્રણ ગતિ કહેવામાં આવેલ છે. તેમાં દાનને માટે તેને ઉપયોગ તે કઈ વિરલા સજજનેજ કરતા હશે. બાકી માટે ભાગે તે ભેગ કે નાશમાં સમાપ્ત થવા પામે છે. શ્રીપતિ શેઠ દાનને માટે અરૂચિ ધરાવતા ન હતા, છતાં અત્યારે તે તેનું મન ભેગ–વિલાસ તરફ વધારે તણાઈ રહ્યું. લેગ વિલાસમાં લલિત લાવણ્યવતી લલના એ મુખ્ય અંગ ગણાય છે. તે વિના ગૃસ્થાશ્રમની ભોગ સામગ્રી લુણ વિનાના ભોજનના જેવી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org