________________
(૧૩૭) ચાલુ ખાતાઓમાં નાણાની વધારે જરૂર જણાય તે પણ તમારા પિતાને કહેવું, તે તમામ પ્રકારની તમને સગવડ કરી આપશે. જેમ તમે મારા સમાગમમાં રહીને તમારું જીવન એક આદર્શરૂપ બનાવ્યું છે, તેમ અન્ય બહેનો તમારી પાસે તેવા સંસ્કાર પામીને પિતાના જીવનને ઉન્નત અને દષ્ટાંતરૂપ બનાવે તેવા પ્રયત્ન ચાલું રાખજે. વિધવા બહેનોની વ્હારે થઈ તેમને તમામ પ્રકારના સાધ. નેની સગવડ મેળવી આપીને સુશિક્ષિત અને સદ્દગુણું બનાવજો. હવે તમારૂં એજ કર્તવ્ય છે અને તે બનાવીને તમારા જીવનને કૃત કૃત્ય બનાવજે.” - વિજ્યાના શબ્દોએ સરસ્વતીને બહુજ અસર કરી, પણ તેની સાથે થનાર વિયોગથી સરસ્વતીનું હૃદય ભરાઈ આવ્યું, વિજયાએ આંસુ લે હીને તેને ધીરજ આપી. એટલે સરસ્વતી બેલી કે—મારા જીવનના આદશે! તમને જેતા મારું હૃદય ઉત્સાહના વેગમાં તણાઈ જતું, ગમે ત્યારે મારા વિચારોને પોષણ આપીને તમે મને ઠેકાણે લાવતા પણ હવે મારે કેની આશા રાખવી? તમારે આધાર એજ મારા જીવનનું વિશ્રામસ્થાન હતું ગમે ત્યારે આવીને આપને કંઇ પણ પૂછું, તે તમે મને એક બહેન કરતાં પણું અધિક હાલ બતાવીને જવાબ આપવાને તત્પર થતા, એ આપને ઉન્નત સ્વભાવ કઈ રીતે વિસરાય તેમ નથી, વળી ગમે તેવા પ્રસંગે પણ તમે કઈ વાર ગુસ્સે તે બતાજ" નથી—એ આપના ક્ષમાશીલ સ્વભાવની મારા અંતરમાં પડેલ છાપ જીવન પર્યત ભુંસાવાની નથી. પરોપકારી હેન! તમારા ગુણ હું કેટલા ગાઉ તમે તે કેવળ ગુણના એક મૂર્તિ રૂપજ છે. આપને અણધાર્યો થનાર વિયોગ અત્યારે તે મારા અંતરને સતાવી રહ્યો છે, પણ આપના અંતરના આશીર્વાદથી તે શાંત થઈ જશે.”
- એમ સખેદ વદને બોલતી સરસ્વતીને ધીરજ આપીને t૮ વિયાએ તેને વિદાય કરી.
*
**
. *
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org