________________
(૧૨૫
વિદ્યાભ્યાસ ઉપરાંત સ્ત્રીઓને લગતું તમામ પ્રકારનું શિક્ષણ આપવાની ગોઠવણ હોય એવી એક મેરી સંસ્થા સ્થાપના કરી.
વળી “પરગામની ઘણી વિધવાઓ શિક્ષણના અભાવે પિતાનું જીવન સુધારી શકતી નથી તેમજ અન્ય બહેનને સુધારવાને ઉપયોગી થઈ શકતી નથી. એ રીતે પૂરતો વિચાર કરીને તેણે શ્રીપુર નગરમાં એક વિધવાશ્રમ કે જેમાં હજારે વિધવાઓ ધર્મ, નીતિ અને વ્યવહારનું શિક્ષણ લઈ શકે એવી મેટા પાયાપર તેણે સંસ્થા સ્થાપન કરીઅહીં ખાન, પાન, વસ્ત્રાદિકની તમામ સગવડ રાખવામાં આવી હતી.
કન્યાને બાલ્યાવસ્થામાં ધર્મ અને નીતિના સંસ્કાર આપવાથી ભવિષ્યમાં તે એક આદર્શ ગૃહિણી બને છે. એવા
ખ્યાલથી તેણે પિતાના શહેરમાં ચાર કન્યાશાળાઓ તેમજ સારી વસ્તીવાળા દરેક ગામમાં એક એક કન્યાશાળા સ્થાપના કરી.
ઉપરોક્ત તમામ સંસ્થાઓમાં ખાસ કરીને લખવા વાંચવાનું, ધર્મનું, રાંધવાનું, સીવવાનું, કાંતવાનું, સંગીતનું, ભરત-ગુંથણનું અને પિતાના કર્તવ્યનું એમ દરેક પ્રકારનું શિક્ષણ આપવામાં આવતું હતું. આ બધી સંસ્થાઓની સંપૂર્ણ દેખરેખ રાખવાનું કામ સરસ્વતીને સોંપવામાં આવ્યું. એ કામ બહુજ ખંતથી કરવા સરસ્વતીએ સ્વીકારી લીધું.
એ પ્રમાણે જેટલા ધર્માદા ખાતા ચાલુ કરવામાં આવ્યા તે બધા વ્યાજમાંથી ચાલી શકે–એવી ગણત્રીથી દરેક ખાતાને માટે ગંજાર રકમ મહામંત્રીએ ચંદનદાસ શેઠની મારફતે નામીચા વેપારીઓને ત્યાં વ્યાજે મૂકાવી. તે સંભાળવાનું તથા હિસાબનું તમામ કામ નગર શેઠે સ્વીકારી લીધું. આવા પ્રજાહિતના કાર્યોથી મંત્રીની કીર્તિ ચોતરફ પ્રસરતી થઈ. સૌ કોઈ એકી અવાજે મંત્રીના વખાણ કરવા લાગ્યા. પ્રજાના આગેવાનેએ મળીને રાજની સમક્ષ મહામંત્રીને એક માનપત્ર આપવાને વિચાર કર્યો.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org