________________
(૧૧૫) મંત્રીએ પ્રથમ તે પ્રમાણે ઘોષણા કરાવી અને તમામ ધર્માદા ખાતાઓને જોઈતી મદદ આપી. પછી તેણે નગર શેઠની સલાહથી શ્રીપુર નગરમાં તેમજ ફરતા સે કેશમાં આવેલા નાના મેટા તમામ ગામમાં અને પ્રખ્યાત તીર્થસ્થાનેમાં સાધુ સાધ્વીએને ઉતરવા માટે અને ધર્મ ક્રિયા કરવા માટે સુંદર ધર્મશાળાઓ બંધાવી. તેમજ સામાન્ય મુસાફરો માટે અલગ મેટી ધર્મશાળાઓ કરી. શ્રીપુર નગર મોટું હોવાથી થાક્યા પાકયા આવેલ મુસાફરોને એક દરવાજાથી બીજા દરવાજા સુધી જતાં તકલીફ થાય, તેને માટે નગરના ચારે દરવાજા પર તેણે ચાર મોટા પથિકાશ્રમે સ્થાપન કર્યો. જેમાં પરગામથી આવતા મુસાફને રહેવા તથા ખાવાની સગવડ રાખી હતી. જીર્ણ થયેલા જિનમંદિરનો ઉદ્ધાર કરવા માટે તેણે હજારે માણસે મોકલ્યા. તેમજ હજારે બીજા નવા જિનમંદિર બંધાવ્યા.
પિતાની કોમનું તેને વધારે અભિમાન હતું. તેમજ પરમ પ્રત્યે દ્વેષ કે અરૂચિ ધરાવતા ન હતા. એટલું જ નહીં પણ તેમને સહૃદય મદદ કરતે કેઈપણ જૈન શ્રાવક “હું ગરીબ છું? એ શબ્દ પિતાના મુખથી ન ઉચારે એમ જોવાને તે ઈતિજાર હતું. તેણે જેન બંધુઓને ખબર મેલાવ્યા કે કોઈપણ ગરીબ જૈન બંધુને સહાયતાની જરૂર હોય, તેણે મતિસાગર મંત્રી પાસેથી મદદ લેવી. આથી ઘણું શ્રાવકે ત્યાં આવતા અને પોતાની ગરીબાઈની ગમગીનીથી મુક્ત થઈને ચાલ્યા જતા. વળી કેટલાક નિરાશ્રિત શ્રાવકો માટે તેણે-નિરાશ્રિત જૈન-આશ્રમ ખોલ્યું. જેમાં તમામ જાતની રહેવા, ખાન, પાન, વસ્ત્રાદિકની સગવડ રાખવામાં આવી હતી ઘણા ભિક્ષુક અપગે રસ્તામાં રખડતા હોય છે. તેમને ઘણીવાર વિના મતે મરવું પડે છે. આ તેમનું કષ્ટ ટાળવાને મંત્રીએ એક અપંગ-આશ્રમ સ્થાપ્યું. તેમાં પણ બધી જાતની સગવડ રખાવી હતી. જેના બાળકને જ્ઞાન, કળા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org