________________
(૧૦૩) ૨જી કર્યો. આથી રાજાને કેટલો બધે હર્ષ થયે હશે, તે વાંચનરની કલ્પનામાં આવી શકશે.
હવે રાજાએ ઘણી જ સંભાળ પૂર્વક તે કામઘટ પિતાના ખાનગી મહેલમાં સ્થાપન કર્યો, અને કેટલાક મજબુત સુભટેને 'હથીયાર સહિત બોલાવીને ભલામણ કરી કે “આ મારા ખાનગી મહેલની કેટલાક કારણથી બરાબર સાવચેતીથી ચોકી કરે . તેમાં પણ ત્રણ દિવસ તે તમે એક પગે ઉભા રહીને સાવધાન રહેજે, હથીયારને હાથમાંથી હેઠે ન મૂકતા અને ધોળે દિવસે પણ પિતાનું કામ બીજા સુભટને ભળાવ્યા સિવાય એક પગલું પણ અહીંથી ખસતા નહિ. વળી મારા સિવાય બીજા કોઈને પણ આ મહેલમાં દાખલ થવા દેશે નહિ. હે સુભટે! આ તમારી તન તોડ મહેનતને બદલે તમને એલાય આપવામાં આવશે. હાલ તે તમે હાથમાં ખુલ્લા હથીયાર રાખીને સાવધાન રહો. બસ, એ કરતાં તમારા જેવા નમકહલાલ અને વિશ્વાસુ સુભટોને વિશેષ ભલામણ શું હોઈ શકે ? હવે અહીં તમારે ખંત અને બહાદુરીથી કામ બજાવવાનું છે” એમ ભલામણ કરીને રાજા ચાલ્યો ગયો. - હવે બીજે દિવસ થતાં મંત્રીએ પોતાના દંડને હુકમ કર્યો કે– રાજાના કોઈ પણ માણસને ઈજા ઉપજાવ્યા સિવાય તારે કામઘટ લઈ આવવો પણ તેમ કરતાં રાજાને કંઈક ચમત્કાર તે બતાવજ
પિતાના સ્વામીની આજ્ઞા થતાં તે દિવ્ય દંડ એકદમ અદશ્ય થયો. રાજાના મહેલની ચોતરફ ફરતા સુભટને તેણે પ્રથમ મૂછિત બનાવી દીધા. કેટલાક ત્યાં રકત વમન કરતા થઈ ગયા. કેટલાક મદિરા પીનારની જેમ જમીન પર આળોટવા લાગ્યા કેટલાક બકવાદ કરવા લાગ્યા અને કેટલાક તો જાણે મરણ પામ્યા હાય, તેમ બિલકુલ બેશુદ્ધ થઈ ગયા. આ ભયંકર બનાવ જોતાં રાજાના ગભરાટને પાર ન રહ્યો. વખતસર મારી પણ આ હાલત
Jain Educationa International
.
For Personal and Private Use Only
www.jainelibrary.org