________________
એ રીતે વિવિધ વાત કરતા કે સમસ્ત નગરમાં પણ સમાતા ન હતા. કેટલાક મંત્રીને મહેલ જેવા, કેટલાક માત્ર છેટેથી તેની કારીગરી જેવાને ઉતરી પડ્યા હતા. કેટલાક ભક્તજને પાઠ પૂજા અને ભક્તિમાં લાગ્યા અને કેટલાક રાજકચેરીમાં ઘુસી ગયા. .
. . :: આ વખતે રાજાને વિચાર આવ્યો કે—મંત્રી વૃખતસર મારી મશ્કરી તો નહિ કરે ?” એમ ધારીને રાજાએ પોતાના એક વિશ્વાસુ માણસને બોલાવીને કહ્યું કે–તું મંત્રીના ઘરે જઈને બારીકાઈથી બરાબર તપાસ કરી આવ કે તે શું હિલચાલ કરે છે. તે ભેજનની તૈયારી કરે છે કે કેમ ? પણ આ વાત કોઈને પૂછતે નહિ. કઈ હશે, તે આપો આપ દેખાઈ આવશે. તારે ચુપકીદીથી જોઈને ચાલ્યા આવવું.
રાજાને હકમ થતાં તે રાજ સેવક ત્યાંથી મંત્રીનાં મકાન તરફ ચાલતો થયો. મંત્રીના સાત મજંતાનો મહેલ તથા બગીચામાં ફેરવા-જોવાની આજે સૌ કોઈને છૂટ આપવામાં આવી હતી. માત્ર પિતાની ખાનગી બેઠક અને સ્ત્રી વર્ગ સાતમે મજલે હેવાથી ત્યાં હુકમ સિવાય કોઈ આવી શકતું ન હતું. બાકીના છ મજલા જોવાની મનાઈ ન હતી. નગરના અને બહારના સંખ્યાબંધ લેકે આ મહેલ જેવાને આવતા હતા. - પ્રભાત થતાં બે ઘડી દિવસ ચડતાં પણ મંત્રી નિશ્ચિત થઈ પિતાને એકાંત ઓરડામાં સામાયિક લઈ નવપદજીનું ધ્યાન ધો હતો. તેને ચિંતા કરવાનું કંઈ કારણ ન હતું. પેલે રાજ સેવક તરતજ ત્યાં દેડી આવ્યો અને મકાનના છ મજલે તેમજ બગીચાના ચારે ખુણ તે જોઈ વળે, પણ રાઈની કયાં ગંધ ન આવી, તેમ તૈયાર કરાવી હોય તેવું પણ કંઈ ચિન્હ જોવામાં ન આવ્યું. આથી તે નિરાશ થઈ પાછા વન્યો અને તરત રાજા પાસે આવીને તેણે નિવેદન કર્યું કે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org