________________
ગયો હતે કંઈ નવીન બાતમી મેળવવામાં અને નવા કાવાદાવા રચવામાં પ્રચંડસિંહ દુષ્ટસિંહને સામેલ કરતે, એટલે દુષ્ટસિંહ પણ તેની મરજી પ્રમાણે બરાબર ઘાટ ઘડી દેતે. આ બે પ્રપંચી પૂતળાઓ રાજાને અનીતિ, અનાચાર, દુષ્ટતા, કુરતા, ભ્રષ્ટતા, શિકાર, મદ્યપાન, માંસાહાર, પરસ્ત્રીગમન વિગેરે અધમ રસ્તે ઉતારતાં અચકાતા ન હતા. પિતાની પ્રજા કેવી સદાય છે, તેને ન્યાય મળે છે કે કેમ? અથવા હું પોતે મારૂં પ્રજપાલક તરીકેનું કર્તવ્ય બરાબર બજાવું છું કે નહિ? એ વિચાર કરવામાં તેની મતિને ગતિ મળતી ન હતી.
મતિસાગર મત્રી, રાજાની દુર્દશા જોઈને અંતરમાં બહુજ પશ્ચાત્તાપ કરતો અને વખત મળતાં આડકતરી રીતે રાજાને રાજનીતિને બોધ આપવા ચુકતા ન હતા–
"यः कुलाभिजनाचारै - રતિશુદ્ધ પ્રતાપવાના धार्मिको नीतिकुशल;
स स्वामी युज्यते भुवि" ॥१॥ એટલે—“હે રાજન ! પિતાના કુળ અને વૃદ્ધ જનના આચારથી જે અતિશુદ્ધ હોય, જે પ્રતાપી અને ધાર્મિક હેય તેમજ જે રાજનીતિ અને ન્યાયમાં નિપુણ હોય, તેજ વસુધાને સ્વામી થવાને ગ્ય હેઈ શકે.
વળી હે રાજન ! ઉદારતા, મનની મોટાઈ, પ્રજા તરફ પુત્રવત્ પ્રેમ દષ્ટ અને પ્રજાના સુખે સુખ માનવું એ રાજાઓને દૈવી ગુણ છે એ દિવ્ય ગુણથી રાજાએ પોતાની પ્રજાના અખુટા આશીર્વાદ મેળવી શકે છે. માટે પ્રજાને સુખી બનાવવી એ તે રાજાઓનો મુખ્ય ધર્મ છે. જુઓ રાજનીતિમાં પણ એવું કહ્યું છે કે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org