________________
૨૧પ
પાંચ લબ્ધિ સ્થાપિત થાય છે. આના માધ્યમથી ગુરુ પિતાની શક્તિયુક્ત હાર્દિક પંદનને તથા અંતઃ પ્રેરણાને શિષ્યના હૃદયમાં પ્રવેશ કરાવે છે, જેને કારણે એક જ ક્ષણમાં શિષ્યનાં મન, બુદ્ધિ, અહંકાર તથા ચિત્તનું આમૂલ પરિવર્તન થઈ જાય છે. તેનું અધ્યયન, શ્રવણ, મનન, ચિંતન આદિની દિશા સર્વથા અંતમુંબ થાય છે. બાહ્ય જગત જાણે તેની દષ્ટિથી દૂર થઈ જાય છે. જોકે દીક્ષાનું આ સ્વરૂપ શાસ્ત્રોમાં પ્રસિદ્ધ નથી પરંતુ એ સત્ય છે. જેની પ્રામાણિકતા પ્રાયોગ્ય નામની ચેથી લબ્ધિમાં સિદ્ધ થઈ શકે છે.
હું જાણું છું કે તમારે માટે આ વાત નવી છે, તેથી તમને મારી વાત પર વિશ્વાસ નહિ આવે. અને તમને તે માટે આગ્રડ પણ કરતું નથી છતાં તેનો ઉલ્લેખ વગર આગળની લબ્ધિઓની સાથે તેને મેળ કે સંભવ નથી. તેથી અહીં મેં માત્ર તેને સંકેત આપે છે. ૬. પ્રાયોગ્ય લબ્ધિ
એક ક્ષણમાં સિત્તેર કેડાછેડીની સ્થિતિને ઘટીને એક કેડીકેડી સાગરપ્રમાણ રહેવું તે પ્રાગ્ય લબ્ધિ છે. શાસ્ત્રોમાં એથી વિશેષ માહિતી ઉપલબ્ધ નથી. સમ્યગદર્શનના અભાવમાં પણ મેહનીય કર્મની એ સ્થિતિના પ્રમાણુનું ઘટવું કંઈ સાધારણ વાત નથી. દેશના લબ્ધિના પ્રભાવથી કર્મોની સ્થિતિની અધિકતા ઘટી જાય છે. તેથી દેશના લબ્ધિને અર્થ શાબ્દિક નહિ પણ હાદિક છે. હૃદયમાં – ભાવમાં જ આવી શક્તિ છે કે એક ક્ષણમાં જીવનનું પરિવર્તન કરી શકે છે. હૃદયથી ધારણ થયેલી તથા પ્રવિષ્ટ દેશના દ્વારા શિષ્યના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org