________________
૨૧૪
કર્મ રહસ્ય વ્યક્ત થાય છે તેને શિષ્યના હૃદયમાં સ્પર્શ થઈ જ તે દેશના લબ્ધિ છે. જે પ્રકારે માતા તથા શિશુમાં કંઈ ભેદ નથી, તે પ્રકારે ગુરુ તથા શિષ્યમાં કોઈ ભેદ નથી. માતા જે પ્રકારે બાળકના હદયના ભાવો સમજી લે છે તે પ્રકારે. ગુરુ-
શિષ્યને વિષે સમજવું. તેમ હોવાથી જે પ્રકારે માતા બાળકના દુઃખને દૂર કરે છે તે પ્રકારે ગુરુ પણ પિતાના પ્રેમથી શિષ્યની તત્ત્વાભિમુખી અભિલાષાને, તેની તાલાવેલીને શાંત કરે છે. નિરાશા દૂર કરી તેના જીવનમાં ધાર્મિક ભાવના જાગ્રત કરે છે. ૫. દીક્ષા
શિષ્યના હૃદયનું પરિવર્તન કરવાવાળી ગુરુની હાર્દિક વિધિને શાસ્ત્રમાં “દીક્ષા” શબ્દને સંકેત આપવામાં આવ્યું છે. જોકે વ્યવહારભૂમિમાં દીક્ષાનું સ્વરૂપ કેવળ વેશપરિવર્તન અથવા પીછી, કમંડલુ આદિ ધારણ કરવું માત્ર પ્રસિદ્ધ છે. પરંતુ તેનું સૈદ્ધાંતિક સ્વરૂપ અત્યંત ગુહ્ય અને રહસ્યાત્મક છે. તેથી તેને ઉલ્લેખ શાસ્ત્રમાં આવતું નથી. હૃદયભૂમિમાં પ્રવેશ કર્યા વગર તેને પરિચય થ સંભવ નથી. તે શાબ્દિક વ્યાખ્યામાં સીમિત નથી. તે રહસ્ય કેવળ ગુરુગમ્ય છે. તેમને ઉપદેશ મુખથી નહિ પણ આંખે દ્વારા હોય છે.
આધુનિક ભાષામાં આપણે તેને હિનેટિઝમ કહીએ છીએ. ગુરુ જ્યારે શિષ્યની આંખમાં આંખ પરોવીને જુએ છે અને તે સમયે શિષ્ય પણ ગુરુની આંખોમાં આંખ મેળવે છે ત્યારે માતા-શિશુના સંબંધની જેમ તેમાં એકત્વ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org