________________
૨૧૨
કર્મરહસ્ય કાર્યકારણ વ્યવસ્થા કેવા પ્રકારે ચાલી રહી છે અને તેમાં મારું શું સ્થાન છે તેનું રહસ્ય તેની સમજમાં આવતું નથી. જોકે પ્રેમને વિકાસ થવા છતાં તે ગુણીજને કે ગુરુજનેને. વિનય અવશ્ય કરે છે. પરંતુ અહંકાર શેષ રહેવાને કારણે તેના હૃદયમાં ગુરુચરણોમાં પૂર્ણ સમર્પણભાવ જાગ્રતા થતું નથી. તેથી ગુરુની ઉપલબ્ધિથી તે વંચિત રહે છે, અને કેવળ પુણ્યને બંધ કરે છે પણ પારમાથક ઉન્નતિ થતી નથી. તેનું આ પુણ્ય હૃદયથી થતું હોવાથી તે રૂઢિગ્રસ્ત સાંપ્રદાયિક પુણ્યની અપેક્ષાએ વિશિષ્ટ પ્રકારનું હોય છે. તથાપિ અભિમાનયુક્ત હોવાથી પાપાનુબંધીની સીમાનું ઉલ્લંઘન કરી શકતું નથી. ૪. દેશના લબ્ધિ
છતાં પણ પુણ્યના વેગમાં વિવેકનું પલ્લું તેના હાથમાંથી જે છૂટી ન જાય, તે તે ક્ષપશમ લબ્ધિ દ્વારા પિતાને ઉપદેશ દેતે રહે છે. અને વિશુદ્ધિ લબ્ધિ દ્વારા આત્મશધન કરતે રહે છે. ફળસ્વરૂપ પરિણામ-વિશુદ્ધિમાં ઉત્તરોત્તર વૃદ્ધિ થતી રહેવાને કારણે તેનું અભિમાન ક્રમે કમે એટલું મંદ થતું જાય છે કે ગુરુચરણમાં સમર્પણ થવાને ભાવ તેનામાં જાગ્રત થાય છે. બીજી બાજુ આ જગતમાં તેને સર્વત્ર સ્વાર્થ જ સ્વાર્થ જોવામાં આવે છે જેથી તેને સંસાર પ્રતિ સંવેગ આવે છે, અર્થાત્ દરેક વસ્તુમાં તેને ડર લાગે છે. અજ્ઞાત ભયથી તે પિતાની રક્ષા કરવા માટે પ્રથમ ગુરુમાં પણ શંકાશીલ રહે છે. ગુરુ કંઈ તેનાથી દૂર નથી. તેની પાસે જ બેઠા છે. પરંતુ અભિમાનવશ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
www