________________
૨૧૦
કમર હસ્ય સામાન્ય શક્તિ પ્રાપ્ત હોય છે. છતાં તેને પ્રયોગ એન્દ્રિય વિષયે પ્રત્યે હોવાથી અહીં તેને લબ્ધિ કહેવામાં આવતી નથી. ગુરુજને દ્વારા પ્રાપ્ત ઉપદેશને તથા શાસ્ત્રોના અર્થને બુદ્ધિ દ્વારા ધારણ કરી લે તે “ક્ષપશમ લબ્ધિ છે. સમજવા તથા સમજાવવાની સામાન્ય શક્તિયુક્ત સર્વ જીવ પિતાની આ ગ્યતાને પ્રયાગ આ દિશામાં કરી શકે છે. છતાં મહદંશે સર્વ જી આ મૂલ્યવાન ઉપલબ્ધિને લૌકિક વિષયે સમજવા-સમજાવવામાં નષ્ટ કરી નાખે છે.
પૂર્વોપાર્જિત કેઈ પુણ્યના ઉદયથી જેને કદાચ એને સદુપયોગ કરવાની બુદ્ધિ જાગ્રત થાય છે તે પિતાની એ ઉપલબ્ધિ દ્વારા લાભ પામીને શાસ્ત્રાધ્યયનમાં, અભ્યાસમાં, મનન, ચિંતન તથા ઉપદેશશ્રવણમાં પ્રવૃત્ત થાય છે અને બુદ્ધિ દ્વારા તને નિર્ણય કરીને સફળ થાય છે. પરંતુ અહીં ભયસ્થાન છે, કે વ્યક્તિ જ્ઞાનના ગૌરવથી ગ્રસિત થઈ પિતાને કૃતકૃત્ય માની લે છે. જ્ઞાનીના ઉપદેશ અનુસાર આચરણ કરવાને બદલે તે અન્યને ઉપદેશ આપવા લાગે છે, અને તેમાં એ ઉપલબ્ધિની સાર્થકતા માને છે. તેના પરિણામે તેને પિતાને વિકાસ થતું નથી અને તેને ઉપદેશ શ્રવણ કરવાવાળાનું પણ પરિવર્તન થતું નથી. “જેવા ગુરુ તે શિષ્ય’ –આ ઉક્તિ અનુસાર જેમ બુદ્ધિજીવી વિદ્વાન ચર્ચામાં લાગી રહે છે તથા “પપદેશે પાંડિત્યને કારણે પિતાને વિકાસ રૂંધે છે. તે અભિમાનવશ સાચા ગુરુનું શરણ સ્વીકારી શકતે નથી, કેમ કે તે સર્વત્ર દેવદર્શન કરે છે. અભિમાનને કારણે ગુણદર્શન કરવાનું તેનું સામર્થ્ય પ્રગટતું નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org