________________
૧૮૬
ક રહસ્ય
વ્યક્તિને માટે તે કઠણુ હાય તે સ્વાભાવિક છે. તે એ કામ કરવાની ઇચ્છા ન રાખે તાપણ નિમિત્તથી એ કાર્ય કરવાની પ્રેરણાથી તેને ઝૂકવું પડે છે. સંસ્કારીની આ જાગૃતિને તેના ઉદય કહેવામાં આવે છે. કાય પ્રતિ પ્રેરિત હાવી તે એની ફળાભિમુખતા છે અને તેની પ્રેરણાથી આપણે જે કા કરીએ છીએ તે તેનુ ફળ છે.
કોઈ એક કાર્ય દ્વારા એક સમયમાં બંધને પ્રાપ્ત સંસ્કાર પછીની ક્ષણમાં ઉદયમાં આવીને કે પેાતાનુ ફળ કે આપીને નષ્ટ થઇ જાય તેવું નથી. જેટલી સ્થિતિ માટે તેનુ બંધન છે તેટલી શક્તિ સહિત તે ઉત્પન્ન થાય છે. તેટલે સમય બરાબર તેને તેની પ્રેરણા પ્રાપ્ત થતી રહે છે. ઇચ્છા હાય કે ન હાય પરંતુ તેટલા સમય વ્યક્તિને તેનું અનુસરણ કરવું પડે છે.
મન, વચન તથા કાયા દ્વારા નવું કર્મ કરવું અથવા તે કર્મ દ્વારા કાર્મણુ શરીર પર સંસ્કાર અંકિત થવા તે આસવ છે. અભ્યાસવશ તે સંસ્કારનું દૃઢ થઈ જવું તે તેને બંધ છે. જન્મજન્માંતરમાં બંધને પ્રાપ્ત અનંત સંસ્કારનુ કાર્યણુ શરીર અથવા ઉપચેતનાના ખજાનામાં પ્રસુપ્ત પડી રહેવું તે તેનુ સત્ત્વ છે. સત્તામાં રહેલા એ પ્રસુપ્ત સંસ્કારનુ યથાસમય યથાનિમિત્ત જાગ્રત અથવા ફળેન્મુખ થઈને જીવને નવીન કાર્ય કરવાની પ્રેરણા આપતા રહેવું તે તેના ઉદય કહેવાય છે. બંધને પ્રાપ્ત સંસ્કાર જ જ્યાં સુધી પ્રસુપ્ત છે ત્યાં સુધી તે સત્તાસ્થિત કહેવાય છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org