________________
વિકાસ રહે છે તે રીતે સાધનાક્ષેત્રમાં ત્યાગ, તપ, શાસ્ત્ર અધ્યયન આદિનું મમત્વ થઈ જાય છે, તે તે સાધનને સાધ્ય માની લેવું તે મમત્વ છે. તેને છેડ્યા વગર તે આગળ વધવા માગે છે તેને કારણે તેને કૃત્રિમતાઓનું સેવન કરવું પડે છે. અને તેથી સાધકનું જીવન સમાનતાને ધારણ કરવાને બદલે વિષમતા કે વ્યાકુળતાને ગ્રહણ કરી લે છે અને તેમાં જ મૂંઝાઈ રહે છે. જેમ કે આજને સાધક સામાયિક ચારિત્રયુક્ત સાધુની ભૂમિમાં પ્રવેશ કરીને પણ વ્રતત્યાગવાળી શ્રાવકની ભૂમિકા જેવી દશામાં અર્થાત્ અલગ પ્રકારના પરિગ્રહ તથા જનસંપર્કમાં વ્યસ્ત રહે છે, તે તે વસ્તુઓ ઘટવાને બદલે વૃદ્ધિ પામે છે.
ઔષધિ રેગશમનનું સાધન છે તે વાત સાચી છે, પરંતુ ઔષધિ સ્વાથ્ય નથી. તે રીતે સાધન વગર સાધ્યની પ્રાપ્તિ નથી. પરંતુ સાધન જ સાધ્ય નથી. રેગના શમન પછી પણ જે ઔષધને ત્યાગ ન કરે તે પાછે તે રેગી બની જાય. તે પ્રમાણે સાધ્યની પ્રાપ્તિ થતાં સાધન ત્યજી દેવાં આવશ્યક છે, નહિ તે જીવન ભારરૂપ બની જાય છે. જે પ્રમાણે ઔષધિ ગ્રહણ કરવા છતાં તે શીઘ્રતાથી ત્યાગ કરવા માટે છે, તે પ્રમાણે વ્યવહાર ભલે કોઈ પણ ક્ષેત્રને હોય, દર્શન, જ્ઞાન, ચારિત્ર કે તપાદિ ક્ષેત્રને હોય, છતાં તે ત્વરાથી છેડવા માટે છે, સદા તેની સાથે ચૂંટી રહેવા માટે નથી. આગળ વધે અને પાછળનાને છેડે, તે વિકાસને કમ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org