________________
“કર્મવર્ગણા” નામના કર્મ દ્રવ્ય અને ચેતન સ્વભાવ જીવ પદાર્થ વડે ભરપૂર ભર્યું છે. સ્વભાવતઃ શુદ્ધ, મુક્ત, બુદ્ધ સ્વભાવ હોવા છતાં જીવ રાગ, દ્વેષમાં પડે છે, એટલે પછી કર્મવર્ગણામાં પણ એક એ અનુરૂપ ભાવાન્તર ઉપસ્થિત થાય છે કે જેને લીધે સમસ્ત કર્મવર્ગણા રાગ દ્વેષથી અભિભૂત બનેલા જીવ પદાર્થમાં આશ્રવ પામે અને આશ્રવના પરિણામે જીવ બંધાઈ રહે. જૈનો શુદ્ધ જીવને શુદ્ધ સલિલની અને કર્મને માટીની ઉપમા આપી કહે છે કે સંસારી અથવા તે બંધાએલા જીવોને ડહોળા પાણી જેવા સમજવા. ડહોળા પાણીમાંથી માટી કાઢી નાખીએ તો પાણી શુદ્ધ અવસ્થાને પામે. તે જ પ્રમાણે સંસારી જીવમાંથી કર્મરૂપી મેલ દૂર થઈ જાય તો એ જીવ પણ સ્વાભાવિક, શુદ્ધ મુક્ત બુદ્ધ અવસ્થાને પ્રાપ્ત કરે.
જેને કર્મયુગલને આઠ ભાગમાં વહેચે છે – (૧) જ્ઞાનાવરણય કર્મ. આ કર્મ જ્ઞાનને ઢાંકી દે છે.
(૨) દર્શનાવરણીય કર્મ. આ જીવને ગુણદર્શનને આચ્છન્ન કરી રાખે.
(૩) મોહનીય કર્મ. આ આમાના સમ્યકત્વ અથવા ચારિત્રગુણને દબાવી રાખે.
(૪) અંતરાય ક. આ જીવની સ્વાધીન શક્તિની આડે આવે.
(૫) વેદનીય કર્મ. આને લીધે જીવ સુખ દુઃખ વેદ. (૬) નામ કર્મ. આ કર્મ જીવની દેવ, મનુષ્ય, તિર્યંચ આદિ ગતિ જાતિ શરીરાદિ રચે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org