________________
દર્શન નિત્ય સત્ય એવા આત્માનું અસ્તિત્વ જ સ્વીકારતું નથી. આવી અનેકવિધ ભિન્નતા અને વિરૂદ્ધતા હોવા છતાં કર્મવાદ વિષે બધા પ્રાયઃ એકમત છે–અર્થાત મનુષ્ય જે કંઈ વાવે એનાં જ ફળ મેળવે એ સંબંધે ભારતીય દર્શન પિકી કેાઈને વિરોધ નથી. મુસલમાન અને ખ્રિસ્તીઓમાં જે કરૂણુવાદ (Doctrine of grace ) તથા બીજાએ આચરી શકાય એવું પ્રાયશ્ચિત્તવાદ (Doctrine of vicarious Atonement) પ્રચલિત છે તે પ્રાચીન ભારતમાં અજાર્યો હતો એમ કદાચ કહી શકાય. સમ્યફ જ્ઞાન, દર્શન અને ચારિત્રના પ્રભાવથી જુનાં-પ્રાર્તન કર્મોનાં ફળ રોકી શકાય અને નવાં કર્મ તથા તેની સાથે સંબંધ ધરાવતાં દુઃખમય જન્મ -મરણાદિનું પણ નિવારણ થઈ શકે એ આપણી ભારતીય માન્યતા છે. પ્રાપ્ત કર્મમાં એક અલંધ્ય શકિત છે, એ વાતને કેઈએ અરવીકાર નથી કર્યો. કર્મનું ફળ એવું તો દુરતિક્રમણીય છે કે કેવળી ભગવાનને પણ પિતાનાં પૂર્વનાં કર્મો ભોગવવા સારૂ દેહ રૂપી કારાગારમાં કેટલોક વખત પૂરાઈ રહેવું પડે છે. શાસ્ત્રોમાં એવી મતલબના કેટલાય ઉલ્લેખ છે. એક વેદપંથી કવિ શિવલન મિશ્ર કહે છે કે
आकाशमुत्पततु गच्छतु वा दिगन्त___ मंभोनिधि विशतु तिष्ठतु वा यथेष्टम् ॥ जन्मान्तरार्जितशुभाशुभकृनराणाम् ।
છાવ ન ચન્નતિ મનુવન્કિ I શાંતિશતકમ. ૮૨.
આકાશમાં ઉડીને જાઓ, દિશાઓની પેલી પાર જાઓ, દરીયાના તળીયે જઈને બેસો, મરછમાં આવે ત્યાં જાઓ, પણ જન્માંતરને વિષે જે શુભાશુભ કર્મ કર્યા હોય છે તેનાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org