________________
સિદ્ધને સંસારમાં પાછું આવવાપણું નથી. જ્ઞાન, દર્શન વીર્ય અને સુખ એ અનંત ચતુષ્ટયમાં જ સિદ્ધ રમણ કરે છે, કારણ-કાર્યની પરંપરા સાથેનો એમને સંબંધ છેક છૂટી જાય છે. દુઃખથી ભરેલા સંસારથી એ અતિ દૂર નીકળી જાય છે. કાકાશની ઊંચામાં ઊંચી સીમા ઉપર, શાંતિમય સિદ્ધશલા” ઉપર સિદ્ધો સ્વભાવ અવસ્થામાં રહે છે. ભવયંત્રણા એમને સ્પર્શી શકતી નથી. કર્મ-કારાગાર–લોકાકાશ, સિદ્ધોથી બહુ-બહુ દૂર રહી જાય છે. કાકા ની ઉપર,
કાકાશની સામે જ ચિરનિસ્તબ્ધ, અનિર્દેશ્ય, ચિર સ્થિર અનંત અલેક છે.
સિદ્ધો (૧) સમ્યફવના અધિકારી છે. (૨) અનંત જ્ઞાનના અધિકારી છે. લોક કે અલોકને વિષે એવી કોઈ વસ્તુ નથી કે જે એમના જ્ઞાનને વિષય ન બને. (૩) અનંત દર્શનના અધિકારી છે. (૪) “અનંતવીર્ય એટલે કે અનંત પદાર્થો અને દ્રવ્ય પર્યાય, જ્ઞાન અને દર્શનમાં ધારણ કરવા છતાં સિદ્ધોને કંઈ શ્રમ નથી લાગતું. (૫) તેઓ નિરતિશય સૂક્ષ્મ હોય છે. ઈન્દ્રિયથી અગોચર છે. (૬) એક દીપશિખામાં બજી શિખા જેમ સહેજે મળી જાય છે તેમ એક સિદ્ધના સ્થાનમાં બીજા સિદ્ધો પણ સમાઇ શકે છે. એને અવગાહના કહેવામાં આવે છે. સિદ્ધો પરસ્પરને બાધ કરતા નથી. (૭) એ અગુરુલઘુ હોય છે. સિદ્ધશીલા ઉપર સ્વભાવે રહે છે. (૮) સિદ્ધનો આઠમો ગુણ અવ્યાબાધ છે. પાર્થિવ ક્ષણભંગુર સુખદુઃખનું નામનીશાન પણ નથી રહેતું. મતલબ કે સિદ્ધો અનંત, અનવચ્છિન્ન, અપરિવર્તિત, અસીમ આનંદની વચ્ચે વસે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org