________________
૫૪ અને પવિત્ર હોય. એ પછી જે દિવસે અઘાતિકને ક્ષય થાય તે દિવસે પાર્થિવ દેહ પણ ખરી પડે. એ અનિર્વચનીય અવસ્થાને જીવન પરા મુક્તિ કહી શકાય. જીવનની સાંસારિક આયુમર્યાદા તે દિવસે પૂરી થાય છે. દેહની નિત્ય પરિવર્તનશીલ ઉપાધિ ટળી જાય છે. ઉચ્ચનીચ ગેત્રની બેડી પણ એ દિવસે તૂટી જાય છે. અઘાતિકને ક્ષય થતાં જ આભા સંપૂર્ણ સ્વાધીનતા પ્રાપ્ત કરે છે. આ મુકિત જ પ્રાણીમાત્રને સ્વભાવ અને પ્રાણી માત્રની છેલ્લી પરિણતિ અથવા ઉન્નતિ છે. અઘતિકર્મના ક્ષય પછી સામાન્ય કેવળી અને તીર્થંકર એક જ પ્રકારનું મુક્તિપદ પામે છે. સમાજમાં સામાન્ય કેવળી કરતાં તીર્થકર ભગવાન અધિક પૂજનીય મનાય છે, પણ મુકિત પદ પામ્યા પછી સામાન્ય કેવળી અને તીર્થકર વચ્ચે કઈ પ્રકારનો ભેદ રહેતો નથી. મુક્તિપુરીમાં એ બને સમાન છે. બન્ને મુકત છે. આ રીતે મુક્તિપદને પામેલા સર્વને જૈને સિદ્ધના નામે ઓળખે છે.
नवकम्मदेहो, लोयालोयस्स जाणओ दट्टा । રિસાયારો અપા, સિદ્ધો શgટ્ટ સર ! દ્રવ્યસંગ્રહ ૫૧
આઠ પ્રકારના કર્મને આભારી એવું શરીર સિદ્ધપુરૂષને નથી હોતું. સિદ્ધ લોકાલોકના દૃષ્ટા તથા જ્ઞાતા હોય છે. નિશ્ચયનય પ્રમાણે સિદ્ધો સંપૂર્ણ વિદેહ છતાં વ્યવહારવશતક તેઓ પુરૂષાકાર, આત્મપ્રદેશ માત્ર હોય છે. પુરૂષાકાર, એ આત્મપ્રદેશ, એમના છેલ્લા પાર્થિવ શરીરની અપેક્ષાઓ કિંચિત જૂન ૨/૩ હોય છે. કાકાશના શિખરે સિદ્ધપુરૂષે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org