________________
હવે જે પ્રત્યક્ષપણે નિખિલ પદાજોનું જ્ઞાન સંભવતું ન હોય તે પછી સર્વજ્ઞતારૂપ જ્ઞાન અને સર્વ પુરૂષ પણ પ્રત્યક્ષનો વિષય ન બની શકે. એટલે કે સાત-સહારા સર્વજ્ઞતાનો બધા થઈ શકતો નથી, તેમ સર્વજ્ઞની ઉપલબ્ધિ અસંભવિત છે. અનુમાન વડે પણ સર્વજ્ઞની સિદ્ધિ થઈ શકતી નથી. કારણ કે અનુમાન પ્રમાણુ, હેતુ તથા સાધ્યના અવિનાભાવ સંબંધ ઉપર આધાર રાખે છે. અહીં સર્વજ્ઞ સાધ્ય છે. એ સાધ્યની સાથે કોઈ પણ હેતુનો એ સંબંધ નથી દેખાતો કે જે વડે સર્વાનું અનુમાન કરી શકીએ, તેથી અનુમાનથી પણ સર્વજ્ઞની સિદ્ધિ થઈ શકતી નથી. સર્વજ્ઞને સિદ્ધ કરવા કઈ પણ આગમનું પ્રમાણ કામમાં ન આવે, કારણ કે પહેલા જ પશ્ન એ ઉદભવે કે સર્વા--પ્રતિપાદક આગમને તમે નિત્ય માનશે કે અનિત્ય ? નિત્ય આગમપ્રમાણ એક પણ નથી અને જો હોય તો એ અપ્રમાણ છે. કારણ કે “મન્નિષ્ક્રમેન ત” વિગેરે વિધિરૂપ વચનો જ પ્રમાણ રૂ૫ છે. હવે જે એમ કહેવામાં આવે કે સર્વ પ્રતિપાદક આગમ અનિત્ય છે તે બીજો પ્રશ્ન એ ઉદ્દભવે છે કે એ અનિત્ય આગમને પ્રણેતા કોણ? સર્વજ્ઞ જ એ આગમોનો પ્રણેતા હોય તે અ ન્યાશ્રય દેવને લીધે એ પ્રમાણ દૂષિત બને છે. સર્વ આગમ ચ્યા અને એ જ આગમને સર્વજ્ઞના પ્રમાણરૂપ ગણવા એ અન્યાશ્રય દોષ છે. એથી ઉલટું જો એમ કહે કે અસર્વજ્ઞ એવા કેઈ એક પુરૂષે આગમ જ્યા છે તે પછી એની કંઈ કીંમત જ નથી. સારાંશ કે સર્વજ્ઞ એ આગમથી સિદ્ધ નથી, ઉપમાનથી પણ સર્વજ્ઞતાની સિદ્ધિ થતી નથી, કારણ કે સાદસ્થાનમાંથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org