________________
ટું કા માં --“જિનવાણી” નામના બંગાળી માસિકમાંથી અનુવાદેલા
આ લેખે, અવકાશે અનુક્રમે ગુજરાતી માસિકમાં પ્રકટ થઈ રહ્યા હતા. —બે ત્રણ લેખો પ્રકટ્યા પછી, ઊંઝાવાળા વિદ્યરાજ નગીનદાસ
ભાઈનું લક્ષ ખેંચાયું. કહેણ આવ્યું: “આ લેખો પુસ્તક રૂપે પ્રકટ થાય તો વિદ્વાનોના હાથમાં સંગ્રહરૂપે મૂકી શકાય.” –ટુંકામાં, આ પુરતકની એ જન્મકથા છે. –આ લેખના મૂળ લેખક શ્રીયુત હરિસત્ય ભટ્ટાચાર્યજી છે. તેઓ જૈન શાસ્ત્ર-સાહિત્યના પારંગત હોવાનો દાવો નથી ધરાવતા. જૈન શાસ્ત્ર-સિદ્ધાંતના એક અભ્યાસી તરિકે જ એમણે આ લેખ લખ્યા છે. એક જૈનેતર યથાશક્ય સાવધાની રાખે તો પણ કવચિત ગેરસમજ થઈ જાય. આ લેખમાં એવું કંઈ થવા પામ્યું છે કે નહિ તે હું નથી જાણતો. –બાકી તો શ્રી ભટ્ટાચાર્યજીનું વાંચન જ જૂદું હોય તો પાઠફેર થવા પામે અને વર્ષો ઉપર આ લેખો લખાયા હોય તે છેક છેલ્લી ઐતિહાસિક માહીતી ન આપી શકે એ સંભવિત છે. –જૈન દર્શન પરત્વેની એમની શ્રદ્ધા, બહુમાન વૃત્તિ તો આ લેખમાળાની પ્રત્યેક પંક્તિ ઉચ્ચારી રહી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org