________________
- નિયાયિની આ દલીલને જૈને જવાબ આપે છે ઈશ્વરમાં કરૂણ ભરી હેય છતાં જે એ જીવનાં દુઃખ દૂર કરી શકે નહીં, ભોગાયતન દેહાદિનો આધાર અદષ્ટ ઉપર જ હોય તે પછી ઇશ્વર માનવાની જરૂર જ ક્યાં રહે છે? જીવ પોતાના કરેલા કર્મને લીધે, અનાદિ કાળથી આ સંસારમાં રઝળે છે. વિવિધ દેહ ધરી કર્મનાં ફળ ભોગવે છે, એટલું કહેવાથી બધી વાત પતી જાય છે. જે એમ કહેતા હો કે અચેતન પરમાણુમાંથી, સચેતન ઈશ્વરની સહાય વિના કઈ રીતે દેહ ધારણ કરી શકાય તો જૈનો એના જવાબમાં કહે છે કે કર્મ પુદ્ગલ છે અર્થાત પરમાણુઓને એ સ્વભાવ છે જીવના રાગ-દ્વેષ અનુસાર કર્મ-પુગલો પિતે જ જીવમાં આશ્રય પામે છે અને એ વડેજ ગાયતન દેહાદિ પરિણમે છે. મતલબ કે જૈન સિદ્ધાંત પ્રમાણે જગતભ્રષ્ટા નથી, ઈશ્વર સરજનહાર હોઈ શકે નહીં
તે પછી ઇશ્વર એટલે શું સમજવું?
પાશ્ચાત્ય વિદ્વાનેમાં થોડા એવા દાર્શનિક છે કે જે સરજનહાર તથા જીવ એ બેને જુદા પાડી નાખવાથી સરજનહાર પોતે બહુ નહાન બની જાય એમ માને છે, એટલે તેઓ ઇશ્વર સિવાય બીજી કોઈ સત્તા કે સને અસ્વીકાર કરે છે. આ દાર્શનિકે “પાન થિ-ઇસ્ટ” ના નામે ઓળખાય છે. પ્રાચીન ગ્રીક દાર્શનિક પામેનેડિસ તથા ઇલિયાટીક સંપ્રદાયના દર્શનમાં “પાન-થિ-ઈઝમ” ને આભાસ મળે છે. પ્લેટોના સિદ્ધાંતને એરિસ્ટોટલે જે નવું રૂપ આપ્યું તેમાં પણ આ પાનથિ-ઇઝમ અથવા “વિશ્વદેવવાદ ભર્યો છે. મધ્યયુગમાં આભારેઈસ બહુ વિખ્યાત “વિશ્વદેવવાદી” હતિ તત્ત્વદશી–ચૂડામણિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org