________________
૨૯
અન્યાયેાની ઝડી વરસે છે? આ બધું શ્વેતાં કાઇ પણ સૂક્ષ્મ દૃષ્ટિવાળાને ઇશ્વરની કરૂણાને અણુ સરખા પણ ન દેખાય.
ન્યાય દર્શને પ્રરૂપેલા ઇશ્વરવાદની વિરૂદ્ધમાં જૈનાચાર્યોએ વાંધા ઉઠાવ્યા. એમણે પ્રશ્ન કર્યાંઃ પૃથ્વી વિગેરેને સાવયવ શા સારૂ કહેવાં ? દ્રવ્યથી એ અનાદિ છે એમ તે તમેનૈયાયિકા પણ કબૂલા છે. પર્યાંયથી એ જરૂર અનિત્ય અથવા ઉત્પાદ-વિનાશવાળાં છે, પણ એટલા જ ઉપરથી અને સરજનહાર ઈશ્વર છે એમ કઇ રીતે સિદ્ધ કરી શકાય ? આત્માના પણ વિવિધ પર્યાય છે અને એ અવસ્થાંતર પણ પામે છે; છતાં તૈયાયિકા આત્માને કા–પદાર્થ નથી માનતા. હવે તે એમ કહેવામાં આવે કે ઇશ્વર પહેંચભૂતના પૂતળાથી જૂઠ્ઠી જ જાતના છે, Transcendent Being છે તે પછી એને અને પરમાણુના સબધ સભવે જ શી રીતે ? વૃક્ષને શાખા પુટે છે અને પત્ર-પુષ્પ પ્રગટે છે એમાં બુદ્ધિમત્તા જેવું શું છે? પાશ્ચાત્ય પંડિતાની જેમ જૈના પણ કહે છે કે શ્ર્વિરને સ્રષ્ટિકતાં માનવાથી એ આપણા જેવા જ અમુકત–સસીમ પુરૂષ Anthropomorphic બની જાય છે. જૈનાચાય પ્રભાદ્રે કહ્યું છે કેઃ
“ज्ञानचिकीर्षाप्रयत्नाधारता हि कर्तृता न सशरीरेतरता इत्यप्यसंगतम् शरीराभावे तदाधारत्वस्याप्यसंभवात् मुक्तात्मवत् —
ઇશ્વરને જો જગકર્તા માનીએ તેા તેને શરીરવાળા માનવા પડે, કારણ કે શરીર વિના જગત જેવા એક મેટા સાચવ પદાર્થ બની જ શકે નહીં. નૈયાયિકા કહે છે કે શરીરની એવી કઈ ખાસ જરૂર નથી, કારણ કે જગત રચનાસબંધી ઇશ્વરનાં જ્ઞાન, ચિકીર્ષા અને પ્રયત્ન ખસ છે. જૈના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org