________________
૧૬
હોવા છતાં દિશા. કાળ અને પરમાણુ વિગેરે એ એક-અદ્વિતીય વિશ્વપ્રધાનના વિકાર શી રીતે સંભવે એ નથી સમજાતું; આટલું છતાં સાંખ્ય અને યોગ દર્શને એ મત અંગીકાર
વૈશેષિક દર્શને પરમાણુ, દિશા અને કાળનું અનાદિઅનંતપણું માન્યું છે. પ્રત્યક્ષવાદી ચાર્વાકને તે દિશા, કાળ વિગેરે બાબત વિચાર કરવા જેવું જ નથી લાગ્યું. શુન્યવાદી બૌદ્ધ પણ દિશા ને કાળ ભલે આપણી નજરે સત્ય લાગે તો પણ એને અવસ્તુ તરીકે ઓળખાવે છે. વેદાન્ત પણ એને મળતી જ વાત કહે છે. સાંખ્ય અને ગમત પ્રમાણે દિશા ને કાળ અય પ્રકૃતિની અંદર બોજરૂપે છુપાયેલાં રહે છે. એક માત્ર કણદમત દિશા, કાળ અને પરમાણુની સ્વતંત્રતા સ્વીકારે છે, વૈશેષિક દર્શનની જેમ જેન દર્શન એ બધાનું અનાદિ અનંતપણું કબૂલ રાખે છે.
ભારતીય દર્શનના સુયુક્તિવાદરૂપ વૃક્ષનાં આ બધાં સુંદર ફળ-ફુલ છે. ન્યાય દર્શનમાં યુકિતપ્રયોગ સારૂં જેવું સ્થાન રોકે છે. તર્કવિદ્યાની જટિલ નિયમાવલિ આ ન્યાય દર્શનના એક અંગભૂત છે ગૌતમ દર્શનમાં હેતુન્નાનાદિનું ખૂબ સરસ રીતે સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું છે, પણ જૈન દર્શન જગતના દાર્શનિક તકનો એક સમૃદ્ધ ભંડાર છે એમ કહું તો ચાલે. આ જૈન દર્શનમાં તકદિ તત્તની છટાદાર આલોચના મળે છે. એ સંબંધે ન્યાય દર્શન અને જૈન રર્શન વચ્ચે ઘણું મળતાપણું છે, પરંતુ એટલા ઉપરથી જે કોઈ એમ માને કે ન્યાયદર્શનને અભ્યાસ કર્યા પછી જૈનદર્શનનો અભ્યાસ કરવાની કંઈ જરૂર નથી તે તે છેતરાશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org