________________
જ. સંસારી છે એકાગ્ર મને તેનું ધ્યાન–પૂજ વિગેરે કરી શકે. પરમાત્માની ભક્તિ, પૂજા અને ધ્યાન-ધારણાથી છાનું કલ્યાણ થાય, ઉપાસકને નિર્મલ જ્ઞાનની પ્રાપ્તિ થાય અને અનેકવિધ બંધનથી બંધાયેલા પ્રાણીને નવો પ્રકાશ તથા નવું બળ મળે એમ તે કહે છે. જેન અને પાતંજલ એ બને દર્શનો ઉપરોક્ત સિદ્ધાંત સ્વીકારે છે.
હવે આપણે કણદપ્રણીત વૈશેષિક દર્શન તરફ વળીએ. ટુંકામાં, વૈશેષિક દર્શનના સંબંધમાં આટલું કહી શકાય –
આત્મા અથવા પુરૂષથી જે કંઈ સ્વતંત્ર તે બધું પ્રકૃતિમાં સમાઈ જાય એમ સાંખ્ય અને ચોગદર્શન કહે છે. એનો તાત્પર્ય એ છે કે સત પદાર્થ માત્ર વિશ્વપ્રધાનને વિષે બીજરૂપે વર્તમાન હોય છે. એટલા સારૂ કપિલ અને પતંજલિ, આકારા, કાળ અને પરમાણુઓ વિષે તાવિક નિર્ણય કરવામાં ખાસ લક્ષ નથી આપતા. તેઓ તો આ બધું પ્રકૃતિની વિકૃતિ છે એમ માની છૂટી જાય છે; પણ એ વાત એટલી બધી સહજ નથી. સાધારણ માનવીની દ્રષ્ટિએ તે આ દિશા, કાળ અને પરમાણુ પણ અનાદિ અને સ્વતંત્ર–સત્પદાર્થ છે. જર્મન દાર્શનિક કાન્ટ કહે છે કે દિશા અને કાળ તે મનુષ્યના મનમાં સંસ્કારમાત્ર છે; પણ એ સિદ્ધાંત ઠેઠ લગી પાળી શકાય નથી. ઘણીખરી જગ્યાએ કાન્ટને પોતાને જ કહેવું પડયું છે કે દિશા અને કાળને પણ પિતાની સ્વત ત્ર સત્તા છે. તે ઉપરાંત ડેમોક્રિટસથી માંડી આજસુધીના લગભગ બધા જ વૈજ્ઞાનિકોએ પરમાણુની અનાદિતા-અનંતતા માની છે. માત્ર કપિલ અને પતંજલિ જ દિશા, કાળ અને પરમાણુની અનાદિ-અનંતતા માની શકયા નથી. પ્રકૃતિ અને લક્ષણ પણ ભિન્ન ભિન્ન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org