SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૫ કંઈક વધારે છે–તે નિયમબદ્ધ ગતિપરંપરાનો કારક કે કારણું છે-જીવ અને પુલની ગતિઓમાં જે શંખલા રહેલી છે તેનું કારણ ધર્મ જ છે” એમ માનવું યુક્તિસંગત નથી. જૈનદર્શનના મત પ્રમાણે જીવ અને પુદ્ગલ બન્ને પિતાની મેળે ગતિશીલ છે અને ધર્મ સંપૂર્ણપણે નિષ્ક્રિય દ્રવ્ય છે; એટલા માટે ધર્મ વિશ્વમાં રહેલી શંખલાનો વિધાયક છે એમ કહી શકાય નહિં. અધર્મ પણ નિષ્ક્રિય દ્રવ્ય છે. જીવ અને પુદગલ પિતાની મેળે જ સ્થિતિશીલ છે. જગતમાં જે શંખલાબદ્ધ સ્થિતિ હોય છે તેનું કારણ અધમ છે એમ કહી શકાય નહિં–જીવ અને પુદ્ગલનો સ્વભાવ જ તેનું કારણ છે. ધર્મ અને અધર્મમાંથી એકે જગતમાં રહેલા નિયમન કર્તા નથી. વળી એએમાંના કેઈ એકને બીજાને યુક્તિથી પૂર્વગામી (logically prior) કહી શકાય નહિ. ધર્મ અને અધમમાંથી કોઈ એક બીજાના વ્યાપારની પ્રતિક્રિયા કરે છે અને એ ચિરવિરેાધ કે અનંતસંગ્રામ ઉપર વિશ્વશંખલા ટકેલી છે એમ માનવું એ યુક્તિવિરૂદ્ધ છે. ગ્રીકદાર્શનિકે પ્રસિદ્ધ કરેલ “રાગ” (Principle of love) અને "ષ" (Principle of hate)ના સિદ્ધાંતની સાથે ધર્મ અને અધર્મના સિદ્ધાંતની તુલના થઈ શકે એમ નથી. ધર્મને બહિર્મુખી ગતિનું કારણ (principle “guaranteeing motion within limits') અને અધર્મને અંતર્મુખી ગતિનું કારણ કે મધ્યાકર્ષણ કારણ (કોષ્ટક Principle of Gravitation) કહેવું એ ખોટું છે એમ અમને લાગે છે. પરમાણુકાયસંરક્ષણમાં જે બે પરસ્પર વિરોધી (Positive and negative) aglal's with all 641412 (electro magnetic influe Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005294
Book TitleJinvani
Original Sutra AuthorN/A
AuthorHarisatya Bhattacharya, Sushil
PublisherUnjha Ayurvedic Faramacy
Publication Year1993
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy