________________
૨૪૮ વેણ ફખલા ( વ્યવસ્થા) દેખાતી નથી. તે જ રીતે ધમી યુગપત ગતિઓનું કારણ કહી શકાય નહિં. ધર્મને જૈનદર્શનમાં નિષ્ક્રિય પદાર્થ કહેવામાં આવ્યા છે. ગતિ પરંપરાની બંખલામાં ધર્મની ઉપયોગિતા છે એ સ્વીકાર્ય છે; પરન્તુ યાદ રાખવું જોઈએ કે ધર્મ ક્રિયાશીલ વરતું નથી અને તેથી વિશ્વની ગતિઓમાં જે શંખલા છે તેનું એક માત્ર કારણ ધર્મ છે એવું કહી શકાય નહિ.
એટલે અમને લાગે છે કે અધ્યાપક ચક્રવર્તીએ, પંડિતવર શીલના ધર્મસંબધી મતવાદની જે સમાલોચના કરી છે તે યુક્તિસંગત છે. પરંતુ અતિસમૂહની શૃંખલાનું કારણ શોધવા જતાં અધ્યાપક ચક્રવર્તીએ અધર્મત લાવી મુક્યું છે. સ્થિતિ કારણ અધર્મ “યુક્તિથી” વમને “પૂર્વગામી” (logiહally prior) છે અને અધર્મનું ફળ અથવા કાર્યને નિરામ કવા માટે અથવા તેને કંઈક અંશે મંદ કરવા માટે ધર્મન પ્રયત્નથી શંખલાની ઉત્પત્તિ થઈ છે, એ તેમનો મત હોય એમ લાગે છે. વિદ્વાન અધ્યાપકનો આ મત અમો સ્વીકારી શકતા નથી. આપણે ભૂલી ન જવું ન જોઈએ કે ધર્મ અને અધર્મ બને નિષ્ક્રિય તત્વો છે. તેઓના અસ્તિત્વથી ગતિશખલાના આવિર્ભાને સહાયતા મળી શકે, પરંતુ ગતિશંખ લાની ઉત્પત્તિમાં તેઓનું ક્રિયાકારિત્વ બીલકુલ નથી.
ખરી વાત તો એ છે કે ધર્મ, અધર્મ, આકાશ અથવા કાલ ભેગાં અથવા અલગ અલગ વસ્તુઓની ગતિ પરંપરામાં શંખલા લાવવાને સમર્થ નથી. એઓનું અસ્તિત્વ શૃંખલાના સહાયક તરીકે ગણાયા છતાં એઓ બધી રીતે નિષ્ક્રિય દ્રવ્ય છે. વિશ્વનિયમનું કારણ નક્કી કરવા જતાં અદ્વૈતવાદ “ઘવ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org