________________
૨૪૪
ગતિમાન જીવ અથવા પુદગલ દ્રવ્યની ગતિમાં સહાયક છે. એ ગ હીન પદાર્થને ચલાવતો નથી.” કુંદકુંદાચાર્ય અને બીજા જન દાર્શનિકો પણ આ વિષયમાં જલ અને ગતિશીલ ભસ્યનું દષ્ટાંત આપે છે. “જલ જેવી રીતે ગતિશીલ મત્સ્યના ગમનમાં સહાયતા કરે છે તેવી જ રીતે ધર્મ પણ જીવ અને પુદ્ગલની ગતિમાં સહાયતા કરે છે.” (૯૨ પંચાસ્તિકાય, સમયસાર,) તત્ત્વાર્થસારના કર્તા કહે છે કે “જે બધા પદાર્થો પોતાની મેળે ગતિમાન થાય છે, તેઓની ગતિમાં ધર્મ સહાયતા કરે છે, ગમન વખતે મત્સ્ય જેમ જલની સહાયતા ગ્રહણ કરે છે તેમ જીવ અને પુદ્ગલદ્રવ્યો પણ ગતિમાં ધર્મની સહાયતા ગ્રહણ કરે છે. વસ્તુઓના ગતિકાર્યમાં ધર્મના અમુખ્યહેતત્વનું અને નિષ્ક્રિયત્વનું બ્રહ્મદેવ નીચે મુજબ દષ્ટાંત સાથે સમર્થન કરે છે. સિદ્ધ સંપૂર્ણપણે મુકત જીવ છે. તેમની સાથે સંસારને કશે પણ સંબંધ નથી. તેઓ પૃથ્વીના કોઈ પણ જીવના ઉપકારક નથી, પૃથ્વીના કેઈ પણ જીવવડે તેઓ ઉપકૃત થતા નથી. તેઓ કઈ પણ જીવને મુક્તિમાર્ગે લઈ જતા નથી. છતાં એ જે કઈ પણ જીવ ભક્તિપૂર્વક સિદ્ધ પુરુષની ભાવના કરે, એ વિચાર કરીને જુએ કે અનંતજ્ઞાનાદિ વિષયમાં સ્વાભાવિક રીતે તે પણ સિદ્ધના જેવો જ છે, તે પેલો જીવ ધીરે ધીરે સિદ્ધત્વની પ્રાપ્તિને માર્ગે આગળ વધે છે. અહીં જણાય છે કે ખરી રીતે જોતાં જીવ પોતે જ મોક્ષમાગનો વટેમાર્ગ બન્યો છે; છતાં સિદ્ધપુરુષ પણ તેની મુક્તિનું કારણ છે, એ વાતને અરવીકાર કરાય એમ નથી. ખરી રીતે કે કોઈ પણ પ્રકારે વસ્તુઓને ન ચલાવવા છતાં, ધર્મ બરાબર એ જ રીતે તેઓની ગતિનું કારણ અથવા હેતુ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org