________________
- ૨૯ (૮) સ્ત્રી (૯) ચર્યા (૧૦) નિષેધિકી (૧૧) શધ્યા (૧૨) આક્રોશ (૧૩) વધ (૧૪) યાચના (૧૫) અલાભ (૧૬) રામ (૧૭) તૃણસ્પર્શ (૧૮) મલ (૧૯) સત્કાર (૨૦) પ્રજ્ઞા (૨૧) અજ્ઞાન અને (૨૨) સમ્યકત્વ પરિષહ.
જે સાધક મોક્ષ સાધવા માગે છેતેણે આ બાવીસે પરિસહ ઉપર વિજય વર્તાવ જઈએ એ પરિસહે છતી લેવા જોઈએ. ભુખ, તરસ, ટાઢ, તડકો અને મચ્છર – ડસના ડંખ એણે સહી લેવા જોઈએ. ગમે એવા જીર્ણ કે તુચ્છ વસ્ત્રથી પણ એ નભાવી લે કીમતી વસ્ત્રની અપેક્ષા ન રાખે કષ્ટ વેઠવા છતાં સંયમને વિષે અરૂચી ન અનુભવે. સ્ત્રીનાં રૂપ-શંગાર કે હાવભાવથી એ ચલિત ન થાય. માર્ગ ગમે
એટલો લાંબે હોય પણ સાચે સાધક થાકીને કે કંટાળીને • પાછો ન ફરે. ધ્યાન કરતી વેળા સિંહ કે સાપનો ઉપસર્ગ થાય તો પણ તે સ્થિર રહે, આસનને પરિત્યાગ ન કરે. કઠણ ભય ઉપર એ સૂવે કઈ ગાળ દે-કઠોર શબ્દ સંભળાવે તો તે પણ સહીલે. કોઈ તાડન કરે તો પણ સમ ભાવપૂર્વક સહન કરે. કેઈ વસ્તુની જરૂર હોય તો તેની યાચના કરે. ન મળે તે કલેશ ધારણ ન કરે. જ્વર – અતિસાર જેવા રોગો થાય તે પણ ઉદ્દેગ ન કરે. દેહમાં કાંટા વાગે તો પણ એ દુ:ખ જાહેર ન કરે, શરીરની મલીનતાને પણ સહી લે. માનાપમાનને સરખા ગણે. જ્ઞાનના ગર્વને ગાળી નાખે. પિતાની અજ્ઞાનતા વિષે પણ ખેદ ન કરે. અખંડ સાધના કરવા છતાં દૈવી શક્તિ પ્રાપ્ત ન થાય તો પણ મોક્ષમાર્ગ સંબંધી શ્રદ્ધામાં શંકાને પ્રવેશવા ન દે. આ બાવીસ પરિસહ મેં ટુંકામાં વર્ણવ્યા છે. પરિસહન જય કરવાથી કઠિન મેક્ષમાર્ગ સુલભ બને છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org