________________
ર૧૩ (૧૬) સમ્યફમિથ્યાત્વ કર્મ–આ કર્મના ઉદયથી વસ્તુ
વિષયમાં જીવને સમ્યફ તેમજ મિથ્યા રૂપ મિશ્રિત
શ્રદ્ધા રહે. (૧૭) સમ્યફ પ્રકૃતિ (સમ્યક્તાહનીય) આ કર્મના ઉદયથી
જીવન સમ્યક્ત્વ મૂળ ગુણને ઘાત ન થાય પણ ચલમલાદિ દોષ રહે.
ચારિત્ર મેહનીય કર્મના પરિણામે જીવને ચારિત્રગુણ વિકૃત થાય. નેકષાય વેદનીય અને કષાય વેદનીય એવા બે ભેદે ચારિત્ર મોહનીય કર્મના પણ બે ભેદ છે. ક્રોધ, માન, માયા અને લેભ એ કષાયના નામે ઓળખાય છે. ઉગ્રતા વગરના કષાય નોકપાય તરિકે અથવા સ્વલ્પ કરાય તરિકે ઓળખાય છે.
અકષાય વેદનીયના નવ પ્રકારઃ (૧૮) હાસ્યકષાયઃ એના ઉદયથી જીવને હાસ્વભાવ જન્મે. (૧૯) રતિકષાય : એના ઉદયથી જીવને પર પદાર્થમાં
આસક્તિ થાય. (૨૦) અરતિકષાયઃ એના ઉદયથી છવને પર પદાર્થમાં
વિરાગ-અણગમો થાય. (૨૧) શોકકષાયઃ એના ઉદયથી જીવને શેક થાય. (૨૨) ભયકષાય : એના ઉદયથી છવને બીક લાગે. (૨૩) જુગુપ્સાકષાય : એના ઉદયથી જીવને જુગુપ્તા
અથવા સૂગ ચડે. (૨૪) સ્ત્રી-વેદકષાયઃ એના ઉદયથી પુરૂષ સેવનની લાલસા જાગે.
(૨૫) –વેદકપાય : સ્ત્રીની સાથે કામ સેવવાની લાલસા . . થાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org