________________
૧૯
“મહામેઘવાહન” નામે ઓળખાવે છે. “ઐર' શબ્દનો અર્થ ખરા અર્થાત પૌરાણિક ઈલાને સંતાન એ થાય. અને મહામેધવાહન શબ્દ પણ કાલ્પનિક અર્થ સૂચવે છે. પ્રિન્સેપની પછીના પંડિતોએ પ્રિન્સેપના અર્થમાં કેટલીક ભૂલ શોધી છે. એમના મત પ્રમાણે ઉપરોક્ત પંક્તિનો આવો અર્થ થાયઃ
અહંતને નમસ્કાર, સકલ સાધુઓને નમસ્કાર આર્ય મહારાજા ખારવેલ શ્રી (કર્તક ખોદિત); એમનું બીજું નામ મહામેઘવાહન. એ કલિંગાધિપતિ છે. એ ચેતવંશધર છે. તે ક્ષેમરાજ અર્થાત શાન્તિપ્રિય નરપતિ છે. તે વૃદ્ધોને અને ભિક્ષુઓનો રાજા છે.”
(૨) __ "पन्दरसवसानि सिरिकडारसरीरवता किडिता कुमारकिडिका (1) ततो लेखरूपगणनाववहारविधिविसारदेन सवविजावदातेन नववसानि योवरजं पसासितं [0] संपुणचतुविसतिवसो तदानि वधमान सेसयो वेनाभिविजयो ततिये
“એનું શરીર ઘણું સુંદર હતું. પંદર વર્ષનું વય થતાં સુધી તેણે બાળક્રીડા કરી. તે પછી નવ વર્ષ સુધી ભણ્યા ગણ્યો. ગણિત, વહાણુવિદ્યા, વાણિજ્ય અને વ્યવહાર (ન્યાય) વગેરે ભણી સર્વ વિદ્યાઓમાં વિશારદ થયે. એ વખતે વૃદ્ધ રાજાની ઉંમર ૪૫ વર્ષની હતી. ” એ અર્થ પ્રિન્સેપને છે. હાલમા પંડિત એને એ અર્થ કરે છે કે ૧૫ મા વર્ષે તેણે યુવરાજનું પદ મેળવ્યું અને નવ વર્ષ સુધી એ યુવરાજ તરીકે રહ્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org