________________
મેળવવા જતા જે વર્ષ કરવો પડે છે, માણસોને માસ્વા પડે છે અને એમને બ-દીવાન બનાવવા પડે છે તેથી માસ અંતરમાં મને બહુ લાગી આવ્યું છે. વિશેષ છેદન વિષય તે એ છે કે બ્રાહ્મણ, શ્રમ, યતિઓ અને ધાર્મિક ગૃહસ્થ બધે વસે છે, એમાંના કેટલાક ગુરૂજન, પિતા-માતા વગેરેની સેવા ઉઠાવતા હશે, બંધુ-બાંધવ અને જ્ઞાતિવર્ગની સેવામાં એ બધા તત્પર રહેતા હશે અને પોતાના નોકરે –દાસ-દાસીઓ તરફ પ્રેમ ધરાવતા હશેઃ કલિંગના યુદ્ધમાં કોણ જાણે કેટલાય એવાં માણસે મરી ગયા હશે, કોણ જાણે કેટલાંય પિતાના પ્રિયજનથી વિખૂટા પડી ગયા હશે. જેઓ જીવતા રહેવા પામ્યા છે તેમના બંધુ, જ્ઞાતિભાઈઓ, કુટુંબીઓએ કહ્યું જાણે કેટલાય અત્યાચાર વેઠયા હશે? આથી એમને સૌને બહુ દુઃખ થયા વગર ન રહે. દેવપ્રિય રાજા પ્રિયદર્શીને પિતાને આ બધા અત્યાચારોને લીધે બહુ બહુ લાગી આવે છે, ઉંડી મર્મવ્યથા અનુભવે છે. પૃથ્વીના પડ ઉપર એ એકકે દેશ નથી જ્યાં બ્રાહ્મણ, શ્રમણ અને બીજા ધર્મપરાયણ માણસે ન વસતાં હોય, એ પણ એકકે દેશ નહીં હોય જ્યાં માણસ કોઈ એકાદ ધર્મને નહીં અનુસરતાં હેય. આ કલિંગના યુદ્ધમાં જે આટલા બધા માણસે મરાયાં છે, ઘવાયાં છે, બંધાયા છે અને રીબાયા છે તેમને માટે દેવષ્યિ રાજાને આજે હજારગણું અધિક દર્દ થાય છે, એનું ચિત્ત શોકમાં ડૂબી જાય છે. આજે હવે દેવપ્રિય સકળ પ્રાણીની રક્ષા અને મંગળને માટે ભાવના ભાવે છે. સકલ પ્રાણુને વિષે દયા શાંતિ અને નિર્ભયતા રહેવાં જોઈએ એમ તે ઈચ્છે છે. દેવપ્રિય રાજા અને ધર્મને જ માને છે. દેવપ્રિય હવે પિતાના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org