________________
૧૭૮ પયગંબરના ચરિત્રમાં પણ અલૌકિક ઘટનાઓ ક્યાં નથી આવતી ? શીખ સંપ્રદાયના ગુરૂ નાનક, કબીર અને ગુરૂ ગોવિંદના જીવનમાં અલૌકિક ઘટનાઓ આવી ગઈ છે. હજી તો ગઈ કાલે જ થઈ ગયેલા એવા રામકૃષ્ણ પરમહંસ અને કેશવચંદ્રસેનનાં ચરિત્ર પણ એથી અસ્પૃશ્ય નથી રહ્યાં. કહેવાની મતલબ એ છે કે પાર્શ્વનાથ ભગવાનના ચરિત્રમાં અલૌકિક ઘટનાઓ છે એટલા જ માટે, પાર્શ્વનાથ નામના કઈ પુરૂષ થયા જ નથી એમ ન કહેશો, ન માનશે.
જૈન શાસ્ત્રસાહિત્યમાં ગણધર ગૌતમ અને કેશી વચ્ચે એક સંવાદ મળે છે, આ સંવાદમાં સહેજ પણ ઐતિહાસિક મૂળ હોય તો મહાવીર સ્વામી પહેલાં જૈન સંપ્રદાય હતો અને ભગવાન પાર્શ્વનાથ એના પરિચાલક હતા એ સંબંધમાં કંઈ શંકા રહેવી ન જોઈએ. આચાર્ય કેશી, પાર્શ્વનાથ ભગવાનના શિષ્ય હતા, પાર્શ્વ અનુયાયીઓને એક આગેવાન પણ હતા, ગૌતમ સ્વામી સાથેના એમના સંવાદમાં મહાવીરે જ પહેલવહેલે સત્યધર્મને પ્રચાર કર્યો કે કેમ ? અથવા તે મહાવીરે પ્રરૂપેલા માર્ગે જીવોની મુક્તિ ઘટી શકે કે કેમ વગેરે પ્રશ્નો છgયા હોય એમ ખુલ્લું જણાઈ આવે છે. કેશી મુનિએ જે જે પ્રશ્નો પૂછયા હતા તે બધાના ગૌતમ સ્વામીએ સંતોષકારક ખુલાસા કર્યા હતા.
આચાર્ય કેશએ પૂછ્યું: “પાર્શ્વનાથે તે ચાર મહાવ્રત કહ્યાં છે, વર્ધમાન કેમ પાંચ કહે છે ?”
ગૌતમ સ્વામી જવાબ આપે છે: “પાર્શ્વનાથને પિતાના સમયની સ્થિતિ અનુસારે ચાર મહાવત જ યોગ્ય લાગ્યા હશેઃ મહાવીરને પિતાના સમયની સ્થિતિ પ્રમાણે, એ જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org