SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૪ મંત્રીની સલાહ મડલેશ્વરને ફચી. તેમણે નગરમાં મ્હટા ઉત્સવ યેાજવાની આજ્ઞા કરી. પોતે પણ સ્નાનાદિ પતાવી, જિનમંદિરમાં જઈ જિનેન્દ્ર ભગવાનની પૂજા કરી. * પૂજા કરતાં એને એક શંકા થઇ. શંકા, આકાંક્ષા, જિજ્ઞાસા એ કાઇ એકજ યુગની વસ્તુ નથી, જુના શ્રદ્ધાપ્રધાન ગણાતા યુગમાં પણ એવી શંકા ઉઠતી. સુવબાહુના અંતરમાં પ્રશ્ન ઉચો: “ પ્રતિમા તેા અચેતન છેઃ એની પૂજા કરવાથી શા લાભ ? ” વિપુલમતિ નામના એક મુનિપુંગવે, સુવર્ણ બાહુના હૈયામાં ડાળાતી શંકા વાંચી. એમણે એ રાજવીના મનનું જે રીતે સમાધાન કર્યું તે આજના જમાનામાં પણ ઘણી રીતે ઉપકારક છે. એમણે કહ્યું : “ ચિત્તની શુદ્ધિ કે અશુદ્ધિના આધારપ્રતિમા ઉપર છે. સ્વચ્છ, સફેદ સ્ફટિકનો પ્રતિમાને તમે રાતાં પુષ્પોથી શણગારશે તા એ પ્રતિમા પણ તમને રાતા રંગની લાગશે, કાળાં પુલ ચડાવશેા તેા તે કાળી દેખાશે. પ્રતિમાની પાસે પ્રાણીના મનાભાવ એ જ રીતે પલટાય છે, જિનમંદિરમાં જઈને ભગ વાનની વીતરાગ આકૃતિ કાઈ નીહાળે તેા તેના ચિત્તમાં વૈરાગ્યના રંગ પૂરાયા વિના ન રહે અને કાઇ વિલાસવતી વેશ્યાના મંદિરમાં જઇ ચડે તે વેશ્યાના દર્શનથી ચિત્તમાં લાલસાના તરંગ પણ ઉછળ્યા વિના ન રહે. વીતરાગ ભગવાનની મૂર્તિના દર્શન કરવાથી, એમની નવે અંગે પૂજા કરવાથી, આ હકીકત ભટ્ટાચાય જીએ કયા ગ્રંથમાંથી મેળવી છે તે તેમણે નથી લખ્યું; શ્વેતાંબર સાહિત્યના પાનાથ ચારિત્રમાં •નથી. અહીં જિજ્ઞાસાને બદલે વિચિકિત્સા (ફળના સદેહ જોઈ એ.) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005294
Book TitleJinvani
Original Sutra AuthorN/A
AuthorHarisatya Bhattacharya, Sushil
PublisherUnjha Ayurvedic Faramacy
Publication Year1993
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy