________________
૧૬૦
દેવે જ અહીં રાજપુત્ર રૂપે જન્મ લીધો છે. એનું નામ કિરણવેગ રાખવામાં આવ્યું.
ન્હાનપણથી જ એ ધર્મપરાયણ રહે છે. પિતાની પછી કિરણગ સિંહાસન આવ્યું. ભરપૂર, સમૃદ્ધિમાં વસવા છતાં મહારાજા કિરણગ ધર્માચરણ ન ભૂલ્યા.
એક દિવસે વિજયભદ્ર નામના આચાર્ય આ ગામમાં આવી ચડયા. કિરણવેગે એમના મુખે મોક્ષમાર્ગનો ઉપદેશ સાંભળ્યો. એની વિવેકદૃષ્ટિ ખુલી ગઈ. સંસારમાં રહેલી રૂચી પણ તે જ દિવસે ઉડી ગઈ. ગુરૂ સમીપે દીક્ષા લઈ એમણે ઉગ્ર તપશ્ચરણ આદર્યું. રાગ-દ્વેષ ઓગળવા માંડ્યા. ,
રાજરાજેશ્વર કિરણગ, મુનિના રૂપમાં એક દિવસે પર્વતની એકાંત ગુફામાં ધ્યાન ધરીને બેઠા હતા. એટલામાં એક વિકરાળ ફણધર નીકળ્યો. તેણે મુનિરાજના પગને ભયંકર ફુફાડાની સાથે ડંખ માર્યો. ધીમે ધીમે એ ડંખ વાટે સર્પનું કાતીલ ઝેર સારા શરીરને વિષે વ્યાપી રહ્યું.
વિષની જ્વાળાને લીધે અંગે અંગમાં, રોમે રોમમાં અસહ્ય તાપ થવા લાગ્યો. અગ્નિની ભઠ્ઠીમાં દેહ બળતો હોય એવી વેદના ઉપડી. છતાં મુનિરાજે ધૈર્ય અને શાંતિ જાળવી રાખ્યાં. અવિચલિત ભાવે તેઓ કાળના દૂતને આધીન થયા.
કિરણગ મુનિરાજના પ્રાણ લેનાર આ ફણધર, પહેલાં કર્કટ નામને સાપ હતો. આ સાપના દંશથી વજષે પિતાને પ્રાણુ તો હતો. એ પછી કર્કટ ત્યાંથી મરીને પાંચમી નરકે ગયે. ત્યાં સત્તર સાગરોપમનું આયુષ ભોગવતા તેણે છેદન-ભેદન આદિ અનેક યંત્રણાઓ વેઠી. નારકનું આયુષ પુરૂ થતાં તે હિમગિરિની ગુફામાં ફણધર રૂપે જ . કિરણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org