________________
કમઠનું સારું શરીર ધ્રુજતું હતું. એની આંખમાંથી અસ્વાભાવિક તેજ વરસતું હતું.
કલહંસે જઈ વસુંધરાને ખબર આપ્યાઃ “અહીં પાસેના લતામંડપમાં તમારા જેઠ મતિ બનીને પડ્યા છે, તમારે એની સારવાર કરવા જવું જોઇએ.” કલહંસનાં કપટવાક્ય સાંભળી વસુંધરા દેડતી. બેબાકળી, કમઠ પાસે પહોંચી. હરિણું વાઘના પંજામાં ફસાય એવી જ સ્થિતિ અહીં વસુંધરાની થઈ કમઠના પાપનો ઘડે પણ ભરાઈ ગયો.
મહારાજા અરવિંદ શત્રુને છતી પિતનપુરમાં પાછા ફર્યા ત્યારે તેમણે ઘણા માણસના મુખથી એ અત્યાચારની કથા સાંભળી. એમને રૂંવે રૂંવે કેાધનો અગ્નિ છવાયે.
“તમે પોતે કંઈ નથી બોલતા. પણ કમઠને હું સખતમાં સખત સજા કરવા માગું છું. મારા રાજયમાં હું એ અન્યાય ચલાવી લેવા નથી માગત. તમે જ કહે, એને શી સજા થવી જોઈએ?” અરવિંદ મહારાજાએ, મસ્ત્રી મરૂભૂતિને પૂછ્યું.
મરૂભૂતિ માણસ હતો. કમઠના અત્યાચારે એના હૈયામાં પણ હોળી સળગાવી હતી. છતાં તે ઉદારતા અને ક્ષમાના શીતળ જળથી એ આગ ઓલવવા અહોનિશ પિતાના અંતરે સાથે યુદ્ધ કરતો. તેણે કહ્યું “આ વખતે એક વાર એને જવા દે.”
મરભૂતિના સ્વભાવની મધુરતા જોઈ મહારાજા વિસ્મિત થયા. એમણે કહ્યું: “હવે તો હું પોતેજ બધું જોઈ લઈશ. તમારી જીભ નહીં ઉપડે. તમે ખુશીથી તમારા મહેલે જઈ શકો છે. '
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org