________________
૧૫૩
અળે મહારાજા અરિવંદના માનીતા થઈ પડયેા. મહારાજાને એ વિશ્વાસપાત્ર બન્યા. મહારાજાની ગેરહાજરીમાં રાજતંત્રની લગામ મરૂભૂતિના હાથમાં રહેતી.
એક દિવસે અચાનક વાવીય નામના પ્રતિસ્પર્ધી મહારાજાએ યુદ્ધને શંખ ફૂંકયા. મહારાજા અરવિંદ, મરૂભૂતિને રાજ્ય સાંપી, પેાતાના સૈન્ય સાથે બહાર પડયા. મરૂભૂતિ હૈયાત હોય ત્યાં સુધી મહારાજા અરવિંદને પોતાના રાજ્યની કશી ચિંતા ન હતી.
અરવિંદ મહારાજા યુદ્દ કરવા ગયા એટલે કમઠના જુલમની પણ રાજ્યમાં હૃદ ન રહી. એના સગા ભાઈ મહાન રાજાના સ્થાને એસતા. કમને થયું કે હવે મને પૂછનાર કાણુ છે?
કમઠ વિવાહિત હતા એની સ્ત્રીનું નામ વરૂણા હતું. છતાં તે પોતાના નાના ભાઈની સ્ત્રીનું રૂપ નીહાળી મેહમુગ્ધ થયેા.
એકવાર કમઠે વસુંધરાને ઉદ્યાનમાં છૂટથી હરતી ફરતી જોઈ. ક્યાંય સુધી તે એની તરફ્ એકીટસે જોતા ઉભેા થઈ રહ્યો. નિરખવા માત્રથી એને તૃપ્તિ ન થઈ. એ નજર બહાર થઈ ત્યારે તેણે એક મેાટા નિઃશ્વાસ નાખ્યા,
કમઠના મિત્ર કલહુસે એને ઘણી ઘણી રીતે સમજાવ્યેા. “ પરસ્ત્રીને માતા જ માનવી જોઈ એ, ન્હાના ભાઈની સ્ત્રી તે પોતાની સગી પુત્રીરૂપજ ગણાય. ” છતાં, કમઠની કામ પિપાસા
શાંત ન થઇ.
แ
પ્રાણ જાય તે પણ મને કબૂલ છે; એક વાર વસુ ધરાને મારી પત્ની ન બનાવું ત્યાં સુધી વન નકામુ છે, ”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org