________________
૧૨૯ સામાન્ય દષ્ટિએ જોઈએ તે જીવ એક જ પ્રકારના છે. તેમાં પણ બદ્ધ અને મુક્ત એવા બે ભેદ હેવાથી જીવ બે પ્રકારના છે. અસિદ્ધ, નોસિદ્ધ અને સિદ્ધ એમ જીવના ત્રણ પ્રકાર છે. ગતિભેદે દેવ, નારકી, મનુષ્ય અને તિર્યંચ એ ચાર પર્યાયમાં જીવ વહેચાયેલા છે. વળી ઉપશમ, ક્ષય, ક્ષયોપશમ, પરિણામ અને ઉદય એ ભાવભેદે કરીને જીવના પાંચ પ્રકાર છે. જ્ઞાનમાર્ગના ભેદે જીવના છ વિભાગ પાડી શકાય. સપ્તભંગીના ભંગ અનુસારે જીવ સાત પર્યાયામાં સમાઈ જાય. જીવના સ્વાભાવિક આઠ ગુણ અથવા કર્મની આઠ પ્રકૃતિ પ્રમાણે જીવને આઠ ભાગમાં વહેંચી શકાય. નવ પદાર્થની દૃષ્ટિએ જીવના નવ અને દશ પ્રકારના પ્રાણ અનુસારે જીવ દશ પ્રકારના છે એમ પણ કહી શકાય.
જીવતત્વ બરાબર સમજવા સારૂ આ વિભાગો પણ વિચારવા જોઈએ.
એક પ્રકારના જીવ સામાન્ય નજરે સમસ્ત છે એક જ પ્રકારના છે એમ કહીએ તો ચાલે. આ સામાન્ય “ઉપગ” ના નામે ઓળખાય છે. જીવ માત્ર ઉપગના અધિકારી છે, દર્શન અને જ્ઞાન એવા ભેદે ઉપયોગના બે ભેદ છે. વિશેષ જ્ઞાનવિરહિત સત્તા માત્રનો જે બોધ તે દશન. વસ્તુ વિષયનો જે સવિશેષ બેધ તે જ્ઞાન. જ્ઞાન બે પ્રકારે છે–પ્રમાણ અને નય. સંપૂર્ણ વસ્તુ સંબંધનું જે સમ્યગજ્ઞાન તેનું નામ પ્રમાણ અને વસ્તુના અંશનું જ્ઞાન તેનું નામ નય. પ્રત્યક્ષ અને પક્ષ એવા પ્રમાણના બે ભેદ છે. પ્રત્યક્ષ પ્રમાણની અપેક્ષાએ પક્ષ પ્રમાણ અસ્પષ્ટ છે. અવધિ, મન:પર્યાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org