________________
વધે ઉમે રહેશે. સકળ પરમાણુને વિષે વ્યાપક એ આત્મા સકળ પરમાણુઓને ખેંચે તો સરવાળે એ જ સ્થિતિ આવે. અદષ્ટના પ્રતાપે શરીર–ઉત્પાદનને સારૂ ઉપયોગી એવા પરમાશુઓ જ ખેંચાય છે એમ કહેતા હે તે આત્માની અવ્યાપ
તા માનનારા પણ એજ વાત કહેશે. ' જૈન સમ્મત શરીર પરિમાણવવાદના સંબંધમાં નૈયાયિકે એક બીજી આપત્તિ ઉભી કરે છે. તેઓ કહે છે કે શરીરના પ્રત્યેક અવયવને વિષે આત્મા પ્રવેશે છે એમ કહેવાથી તે શરીરની જેમ આત્માને પણ સાવયવ ભાન પડશે. આત્મા સાવયવ થયો એટલે એ એક કાર્ય થયું. અને આત્મા એક કાર્ય હોય તે તેનું કારણ પણ રહેવું જ જોઈએ. વિજાતીય કારણ તો સંભવતું જ નથી, કારણ કે અનાત્મામાંથી આત્માની ઉત્પત્તિ ન જ હોય. સજાતીય કારણ સ્વીકારવાં એ પણ ઠીક નથી લાગતું. કારણ કે સજાતાય કારણોમાં પણ આત્મત્વ તો માનવું જ પડે; નહિંતર એ સજાતીય કારણ જ ન બને. સરવાળે એવું બને કે આમા આત્મસમૂહમાંથી ઉત્પન્ન થાય છે. નૈયાયિકો એ વાતને અયૌક્તિક મત કહે છે. એક જ શરીરને વિષે એક કરતાં વધુ આત્માઓ કઈ રીતે કાર્ય કરી શકે? ધારે કે શરીરને વિષે એક કરતાં વધુ આત્માઓ કારણરૂપે કાર્ય કરે છે. તો એક કારણ-આત્માનું કાર્ય બીજા કારણ-આત્માના કાર્ય સાથે શી રીતે મેળ ખાશે? એ બન્ને કાર્યો સંપૂર્ણપણે શી રીતે એકત્ર બનશે? ઘટમાં જેમ અવયવ હોય છે અને અવયવો સંગ નષ્ટ થયે એટલે ઘડે જ નષ્ટ થયે એમ કહીએ છીએ તેમ આત્માન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org